બાળકોને પ્રવૃત્તિ દ્વારા અંગ્રેજી શિક્ષણ આપવા માટે અહિં ખૂબ જ ઉપયોગી સામગ્રી આપી છે. આ વર્કશીટને પ્રિન્ટ કરી બાળકોને પ્રવૃત્તિ કરાવો. અહિ આપને લગભગ 90 જેટલી અલગ અલગ પ્રવૃત્તિ માટેની સામગ્રી આપેલ છે.
અંગ્રેજી શિક્ષણને રસપ્રદ બનાવવા અને બાળકોને નવો અનુભવ કરાવવા અહિં કેટલીક અંગ્રજી વાર્તાઓ આપેલ છે. આ એનિમેશન વાર્તાઓના અંતે તેને સંલગ્ન પ્રવૃત્તિ આપેલ છે. જેના દ્વારા દ્રઢીકરણ થશે. ઉપરાંત અન્ય પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ-શીટ આપેલ છે. જેને પ્રિન્ટ કરી દરેક વિદ્યાર્થીને આપી શકાશે.
અંગ્રેજીમાં શબ્દ ભંડોળ વધારવા અને દ્રઢીકરણ કરાવવા માટે અહિં એક ગેમ આપી છે. આ ગેમ ગમ્મત સાથે અંગ્રેજી શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે. આ ગેમમાં અગાઉથી ઉમેરેલા સ્પેલિંગમાંથી એક સ્પેલિંગ સ્ક્રીન પર લેખાશે. પરંતુ મૂળાક્ષરને બદલે ‘?’ નિશાની હશે. તેની નીચે અંગ્રેજો મૂળાક્ષરોના બટન આપેલ હશે. આમાંથી મૂળાક્ષરના બટન પર ક્લિક કરતા, જો તે મૂળાક્ષર ઉપરના સ્પેલિંગમાં આવતો હશે તો દેખાશે. નહિતર આપનો પ્રયત્ન ખાલી ગયો ગણાશે. આમ નિર્ધારિત પ્રયત્નોમાં સ્પેલિંગ ઓળખવાનો રહેશે.