Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 101808 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 17423 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 72259 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 15685 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



SchoolPro વડે વિદ્યાર્થી હાજરીપત્રક કેવી રીતે બનાવવું?

Rate this item
(2 votes)
Written by  Published in: SchoolPro સહાયતા

જો આપે હજી વયપત્રકમાં નામો ઉમેરેલ ન હોય તો સૌપ્રથમ વયપત્રક મોડ્યૂલમાં નામ ઉમેરો. નામ ઉમેરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.

 

  • જ.ર.નંના ખાનામાં સામાન્ય વયપત્રક નંબર લખવો.
  • રજી. નં માં નામ જેટલામાં રજીસ્ટરમાં નોંધેલ હોય તે રજીસ્ટરનો નંબર લખો. જેમ કે આપની શાળામાં ચાર રજીસ્ટર બનાવેલ હોય તો દરેક નામો સાથે તે ક્યા રજીસ્ટરમાં છે તે આ ખાનામાં નોંધો.
  • Snap5
  • હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે બટનને Active Snap4 તરીકે સેટ કરો અને જો જૂના નામો હોય તે માટે Non-Active Snap3 Spacebar કી દબાવતા તેનો રંગ બદલાશે.
  • તમામ આંકડા અંગ્રેજીમાં લખવા. જેમ કે તારીખ, ધોરણ વગેરે. જો આપે અંગ્રેજી આંકડા લખવા વારંવાર ભાષા બદલવી પડતી હોય તો આ માટે ખાસ SchoolPro Keyboard બનાવેલ છે. જેના દ્વારા LMG કે TERAFONTની જેમ ટાઇપ કરી શકશો અને અંક અંગ્રેજીમાં ટાઇપ થશે.
  • તારીખ ઉમેરતી વખતે આપ એરો ક્લિક કરી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી શકશો. પણ ટાઇપ કરી આપ ઝડપથી તારીખ ઉમરે શકશો. આ માટે તારીખના ખાનામાં તારીખ લખી Spacebar બટન દબાવતા કર્સર માસના ખાનામાં જશે તવી જ રીતે વર્ષના ખાનામાં લો. વર્ષ ઉમેરવા આખું વર્ષ લખવાની જરૂર નથી. જેમ કે 1998 ઉમેરવા ફક્ત 98 લખી Spacebar દબાવો અથવા 2008 ઉમેરવા ફક્ત 8 ટાઇપ કરો.
  • સૌથી પહેલા વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.

    • શિક્ષક મેનુ હેઠળ વિદ્યાર્થી પ્રોફાઇલ પર ક્લિક કરો.
    • આ પ્રોફાઇલમાં વયપત્રકમાંથી જે ચાલુ નામ હોય તેને ઉમેરવા માટે મેનુમાંથી “વયપત્રકમાંથી ચાલું નામ પ્રમાણે પ્રોફાઇલ અપડેટ કરો” બટન ક્લિક કરો.

     Snap6

    • ડાયલોગબોક્ષમાં જો પ્રોફાઇલમાં નામ ઉમેરવા પડે એમ હોય કે દૂર કરવા પડે એમ હોય તો નીચે બટન બતાવશે. તેને ક્લિક કરતા પ્રક્રિયા પૂર્ણ થશે. “વિદ્યાર્થીયાદી બરાબર છે.” મેસેજ દેખાશે.

     Snap7

    • હવે ડાબી બાજુ ધોરણવાઇઝ વિદ્યાર્થીનું લિસ્ટ દેખાશે. દરેક ધોરણ કે વર્ગમાં નામ સામે રોલ નંબર આપો. હાજરી પત્રકમાં આ રોલ નંબર પ્રમાણે નામ ગોઠવાશે.

     Snap8

     

    હાજરીપત્રક બનાવવા નીચેના સ્ટેપ અનુસરો.

    • “શિક્ષક” મેનુ હેઠળ “વિદ્યાર્થી હાજરીપત્રક” બટન ક્લિક કરો.
    • હાજરીપત્રક ઉમેરવા “હાજરીપત્રક ઉમેરો” મેનુ ક્લિક કરો. આપને માસ સિલેક્ટ કરવા માટે પૂછાશે. માસ સિલેક્ટ કરી “ઉમેરો” ક્લિક કરો. ડાબી બાજુના લિસ્ટમાં હાજરીપત્રક ઉમેરાયેલુ જોવા મળશે.

     Snap12

    • ઉમેરેલ હાજરીપત્રકમાં નામ ઉમેરવા મેનુ પરથી “વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી નામ ઉમેરો” પર ક્લિક કરો. આપને વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી બધા ધોરણના કુલ કેટલા નામ ઉમેરવાપાત્ર તે મેસેજ દેખાશે. Yes ક્લિક કરતા બધા નામ ઉમેરાશે. જો અગાઉ કોઇ નામો ઉમેરેલ હશે તો તે બેવડાશે નહી.

     Snap13

     Snap14

    • ધોરણ અને વર્ગવાર નામ પ્રોફાઇલમાં આપેલ રોલનંબર પ્રમાણે ગોઠવાશે. આપ હાજરીપત્રકમાં તેના વર્ગ અને રોલ નંબરમાં સુધારો કરી શકશો.
    • જો આગળના માસનું હાજરીપત્રક ઉમેરલ હોય તો તેના માસના અંતે દરેક વિદ્યાર્થીના હાજર દિવસ આ માસમાં લઇ લો. આ માટે લિસ્ટમાંથી આગળના માસનું હાજરીપત્રક સિલેક્ટ કરો. મેનુમાંથી “કુલ હાજરી કોપી કરો” બટન ક્લિક કરો. ચાલુ માસનું હાજરીપત્રક સિલેક્ટ કરો. મેનુમાંથી “કુલ હાજરી પેસ્ટ કરો” બટન ક્લિક કરતા આગળના માસમાં જેટલા વિદ્યાર્થીના કુલ હાજર દિવસ ઉપલબ્ધ હશે તેના હાજર દિવસ આ માસમાં આવી જશે. જેનું નામ આગળના માસમાં નહી હોય તેના હાજર દિવસ આપ ટાઇપ કરી ઉમેરી શકશો.
    • જો આપ જાતે બોલપેનથી હાજરી નોંધવા માગતા હો તો આપ પત્રકની કોરી પ્રિન્ટ કરી શકશો. આ માટે. “હાજરીપત્રક પ્રિન્ટ” ક્લિક કરતા પ્રિન્ટ પ્રિવ્યુ દેખાશે. તેમાંથી ધોરણ સિલેક્ટ કરી Submit બટન ક્લિક કરી પ્રિન્ટ કરો.

    આપ કમ્પ્યૂટરમાં જ હાજરી નોંધવા માગતા હો તો નીચેના સ્ટેપ અનુસરો.

    • હાજરી નોંધવા સૌપ્રથમ મેનુમાંથી “સુધારો કરો” બટન ક્લિક કરો.
    • જે તારીખમાં હાજરી નોંધવી હોય તેના હેડર પર જમણી ક્લિક કરી મેનુંમાંથી બધા હાજર સિલેક્ટ કરતા તે તારીખના કોલમમાં બધા વિદ્યાર્થી માટે લીલુ નિશાન થશે.

    Snap16 

    • હવે જે વિદ્યાર્થી ગેરહાજર હોય તે માટે ડબલ ક્લિક કરી લાલ નિશાની લાવો. જે સેલ સિલેક્ટ હોય તેની નિશાની બદલવા માઉસ વ્હીલનો ઉપયોગ પણ કરી શકશો.
    • જો રજા નોંધવી હોય તો તારીખના હેડર પર જમણી ક્લિક કરી ખુલતા મેનુમાંથી રજાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવો.
    • માસ પૂરો થયે આપ પ્રિન્ટ કરી શકશો. પ્રિન્ટ કરતા પહેલા માહિતી Save કરવા “સંગ્રહિત કરો” પર ક્લિક કરો. પ્રિન્ટમાં રજાના દિવસ માટે અલગ-અલગ નિશાની બતાવશે. જો તેમાં રજાની વિગત લખવી હોય તો આ હાજરીપત્રકને આપ Excelમાં એક્ષ્પોર્ટ કરી સુધારા કરી પ્રિન્ટ કરી શકશો.

    Snap11

     

     

    Read 8650 times Last modified on Monday, 22 July 2013 19:21

    આજના સક્રિય સભ્યો

    મુલાકાતીઓની સંખ્યા



    United States 80.9%Austria 0.1%
    India 12.5%China 0.1%
    Australia 4.5%Japan 0.1%
    Canada 0.5%Germany 0.1%
    United Kingdom 0.1%Russian Federation 0.1%

    Today: 27
    Yesterday: 44
    This Week: 230
    Last Week: 315
    This Month: 811
    Last Month: 2422
    Total: 32183