
Naresh Dhakecha
આ લેસનમાં ફોટોશોપની એક સવલત એડ્જસ્ટમેન્ટ લેયર વડે ફોટોની ગુણવત્તા કઇ રીતે સુધારી શકાય તેની સવિસ્તર અને સચિત્ર માહિતી આપી છે. આ સ્ટેપ અનુસરીને આ તકનિક શીખો.
આ લેસનમાં આપને ઇમેજ એડિટીંગ માટે સલામત અને અસરકારક પદ્ધતિ બતાવવામાં આવી છે. બેકગ્રાઉન્ડ લેયરને કોપી કરી તેમાં સુધારા કરવા માટેના સ્ટેપ આપેલ છે.
ફોટોશોપમાં ઇમેજ એડિટીંગ માટે આપને ઘણી બધી લેયર પર કામ કરવું પડે છે. કામને સરળ અને ઝડપી બનાવવા આ લેયરને સુવ્યવસ્થિત ગોઠવવી જરૂરી છે. આ માટે લેયર પેનલને યોગ્ય રીતે ગોઠવવા માટેના ઉપાયરૂપ આ લેસન આપેલ છે.
લાઇસેન્સ કેવી રીતે મેળવશો
આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે નીચે પ્રમાણે સંપર્ક કરો.
BHOOMI GROUP & COMPUTER
RABHADA ROAD, DAMNAGAR,
DIST: AMRELI
Mob: 9428943123
Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
બાળકોને પ્રવૃત્તિ દ્વારા અંગ્રેજી શિક્ષણ આપવા માટે અહિં ખૂબ જ ઉપયોગી સામગ્રી આપી છે. આ વર્કશીટને પ્રિન્ટ કરી બાળકોને પ્રવૃત્તિ કરાવો. અહિ આપને લગભગ 90 જેટલી અલગ અલગ પ્રવૃત્તિ માટેની સામગ્રી આપેલ છે.
અંગ્રેજી શિક્ષણને રસપ્રદ બનાવવા અને બાળકોને નવો અનુભવ કરાવવા અહિં કેટલીક અંગ્રજી વાર્તાઓ આપેલ છે. આ એનિમેશન વાર્તાઓના અંતે તેને સંલગ્ન પ્રવૃત્તિ આપેલ છે. જેના દ્વારા દ્રઢીકરણ થશે. ઉપરાંત અન્ય પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ-શીટ આપેલ છે. જેને પ્રિન્ટ કરી દરેક વિદ્યાર્થીને આપી શકાશે.
અહિ આપને ગણિત-શિક્ષણમાં ઉપયોગી બને તેવી ઘાત અને ઘાતાંકની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં જરૂર મુજબ વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.
અહિ આપને ગણિત-શિક્ષણ તેમજ પર્સનલ રીતે ઉપયોગી બને તેવી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં રકમ, વ્યાજદર અને મુદ્દત જેવી વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.
શાળાસેતુ પર પ્રકાશિત થયેલી નવી સામગ્રીમાં હું હાલ યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરી રહ્યો છું. ઘણા શિક્ષક મિત્રોનો આગ્રહ છે કે તમામ પત્રકો એલએમજી/ટેરફોન્ટ ફોન્ટમાં બને તો તેઓને ઉપયોગી બને. યુનિકોડ ફોન્ટ વાપરવાનો મારો ખાસ હેતુ એ છે કે તેમાં કોઇ ચોક્કસ ફોન્ટની જરૂરિયાત રહેતી નથી. જો આપ Windows 7 વાપરો છો તો તેમાં શ્રુતિ ફોન્ટ પહેલેથી જ હોય છે.