આથી બધા તેનો ઉપયોગ કરી શકે. ઉપરાંત યુનિકોડ ફોન્ટના ઘણા બધા ફાયદાઓ છે. જે લોકો એલએમજી કે ટેરાફોન્ટમાં ટાઇપ કરી શકે છે. તઓ તે જ રીતે યુનિકોડ વડે ટાઇપ કરી શકે. ફક્ત તેના માટે આપે યોગ્ય કીબોર્ડ લેઆઉટ ઇન્સ્ટોલ કરી સેટ કરવું પડે છે. ત્યારબાદ ફક્ત Alt + Shift કી દબાવી અંગ્રેજી અને ગુજરાતી ભાષા સ્વીચ કરી શકો છો. જેની માહિતી આપને આ લેખમાં આપેલી છે. અન્ય ફોન્ટ કરતા યુનિકોડ ફોન્ટ કેટલિક ખાસિયતો ધરાવે છે જે અન્ય ફોન્ટમાં જોવા મળતી નથી. તો ચાલો આપણે આ બંને ફોન્ટના તફાવતને વિસ્તારથી સમજીએ.
યુનિકોડ ફોન્ટ |
ટેરાફોન્ટ કે એલએમજી ફોન્ટ |
આ ફોન્ટના સંયુક્તાક્ષરો લખવા સરળ છે અને દેખાવમાં ખૂબજ સ્પષ્ટ છે. |
આ ફોન્ટના અમુક સંયુક્તાક્ષરો લખવા માટે તેના કોડ યાદ રાખવા પડે છે. અમુક સંયુક્તાક્ષરો અસ્પષ્ટ છે. |
આ રીત દ્વારા આપ વેબસાઇટ પર ગુજરાતીમાં ટાઇપ કરી શકશો. |
વેબસાઇટ પર આ ફોન્ટનો ઉપયોગ નહી કરી શકો. વેબસાઇટ પર ગુજરાતી ટાઇપ કરવા ફરજિયાત યુનિકોડ ફોન્ટથી ટાઇપ કરવું પડશે. |
આ ફોન્ટ વડે એક જ વાક્યમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા એકસાથે લખી શકશો. જેમ કે Windows એક ઓપરેટિંગ સિસ્ટમ છે. |
આ ફોન્ટમાં ગુજરાતી સાથે અંગ્રેજી ટાઇપ કરવું હોય તો ફોન્ટ બદલવા પડે છે. જે બધી જગ્યાએ શક્ય નથી. |
MS Excelમાં કામ કરતી વખતે નામના કોલમને Sort કરતા શબ્દકોશના ક્રમમાં નામ ગોઠવાશે. |
ટેરાફોન્ટથી લખેલ માહિતી શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકાશે નહિ. |
MS Wordમાં કામ કરતી વખતે તમામ લીટી સરખી લંબાઇમાં ગોઠવવા Justify વિકલ્પથી એલાઇન કરી શકશો. |
આ ફોન્ટથી લખેલ લખાણમાં Justify વિકલ્પ કામ આપતો નથી. |
આ ફોન્ટ ગુજરાતી ભાષા માટે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પામેલ છે. |
આ ફોન્ટનો ઉપયોગ મર્યાદિત છે. |
ઉપરોક્ત માહિતી આપને ઉપયોગી થશે અને આપ પણ આ સરળ પ્રક્રિયાને અપનાવી સમય સાથે ચાલી શકશો તેવી આશા છે.
ઉપયોગી લિંક........