Purv Jarooriyat

Parent Previous Next

પૂર્વ જરૂરિયાતો

કમ્પ્યૂટરની જરૂરી લઘુતમ ક્ષમતા

ઓપરેટિંગ સિસ્ટમઃ 32 bit  Windows 7, Windows 8 (આદર્શઃ Windows 7)

RAM: 1 GB (આદર્શઃ 4 GB)

.Net Framework 3.5 (Windows 8 માટે)

MS Access 2007 અથવા MS Access 2010 અથવા MS Access 2013


Windows 7 માટે

નોંધઃ આ સોફ્ટવેર ફક્ત 32 બીટ ઓપરેટીંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવો. 64 બીટ ઓપરેટીંગ સિસ્ટમમાં ડેટાબેઝ કનેક્શન એરર આવશે. જે MicroSoftની ખામી છે.

તમારા કમ્પ્યૂટર ૫ર ગુજરાતી ભાષા સપોર્ટ

તમામ માહિતી ગુજરાતી યુનિકોડમાં લખવાની હોઇ ગુજરાતી કીબોર્ડ લેઆઉટ જરૂરી છે. યુનિકોડ વિશે વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.

Windows 7 માં અને Windows 8 માં ગુજરાતી સપોર્ટ ઇન્સ્ટોલ કરાવાની આવશ્યકતા નથી કારણ કે પહેલેથી જ ઇન્સ્ટોલ હોય જ છે. કેવલ ગુજરાતી કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું. ગુજરાતી કીબોર્ડ અંગે વધુ માહિતી માટે ક્લિક કરો.


.NET Framework 3.5(Windows 8 અને Windows 8.1 માટે)

.NET Framework એ Microsoftની સામાન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેઝ લાઇબ્રેરી છે. આ સોફ્ટવેર માટે .NET Framework 3.5 SP1 જરૂરી છે. Windows 7 માં આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરાવાની આવશ્યકતા નથી કારણ કે ઇન્સ્ટોલ હોય જ છે. Windows 8 માટે આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે.

Windows 8 માટે નીચેના સ્ટેપ અનુસરો.

    1. Windows 8 DVDને કમ્પ્યૂટરમાં નાખો.
    2. સ્ટાર્ટ મેનુ પર જમણી ક્લિક કરી CMD.EXE(Administrative) પર ક્લિક કરી કમાન્ડ વિન્ડો ખોલો.
    3. કમાન્ડ વિન્ડોમાં નીચે મુજબ કમાન્ડ ટાઇપ કરો.

Dism /online /enable-feature /featurename:NetFx3 /All /Source:F:\sources\sxs /LimitAccess

ઉપરના કમાન્ડમાં Source માટે F: ના બદલે આપના DVD ડ્રાઇવનો આલ્ફાબેટ રાખો.

    1. એન્ટર કી દબાવી પ્રક્રિયા પૂરી થવાની રાહ જુઓ.


MS Access Database Engine(જો આપના કમ્પ્યૂટર ૫ર MS Office 2007 હેઠળ MS Access 2007 ઇન્સ્ટોલ કરેલ ન હોય તો)

આ સોફ્ટવેર માહિતીના સંગ્રહ માટે MS Access 2007 દ્વારા બનાવેલી ડેટાબેઝનો ઉપયોગ કરે છે. આથી જો આપના કમ્પ્યૂટર પર જો MS Access 2007 ઇન્સ્ટોલ કરેલ ન હોય તો MS Access Database Engine ફરજિયાત  ઇન્સ્ટોલ કરવું પડશે. જે નીચે આપેલી Microsoftની વેબસાઇટ પરથી આપ મફત ડાઉનલોડ કરી શકશો.

MS Access Database Engine ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Free EPub producer