Student Prifile

Parent Previous Next

વિદ્યાર્થી પ્રોફાઇલ મોડ્યૂલ

ઉપરોક્ત રોજમેળ મોડ્યૂની સ્ક્રિનને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

  1. મેનુ
  2. હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વર્ગવાઇઝ લિસ્ટ
  3. પ્રોફાઇલ એડિટર

ઉપયોગિતા

આ મોડ્યૂલ શાળામાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળાકીય તથા કૌટુંબિક માહિતી સંગ્રહ કરી પ્રોફાઇલ તૈયાર કરે છે. ખૂબ જ સરળતાથી વયપત્રકમાં નોંધાયેલ ચાલુ નામ ઉમેરી શકાય છે અને શાળા છોડી ગયેલ વિદ્યાર્થીઓના નામ દૂર કરી લિસ્ટ અપડેટ કરી શકાય છે. વર્ષાંતે વર્ગબઢતીની પ્રક્રિયા કરી તમામ વિદ્યાર્થીઓના ધોરણને પળવારમાં અપગ્રેડ કરી શકાય છે. વિદ્યાર્થીઓની પ્રોફાઇલ પ્રિન્ટ કરી શકાય છે.

નોંધઃ આ પ્રોફાઇલ કાયમી નથી. દૂર કરતા વિદ્યાર્થીની પ્રોફાઇલની માહિતી હંમેશા માટે દૂર થાય છે. જ્યારે વયપત્રકની માહિતીને કોઇ અસર થતી નથી.

સંચાલનની રીત

માહિતી તાજી કરો- વિદ્યાર્થીઓની માહિતી તાજી કરવા આ બટન ક્લિક કરો. આ મોડ્યૂલ ઓપન હોય તે દરમિયાન વયપત્રકમાં થયેલા સુધારા આ મોડ્યૂલમાં અપડેટ કરવા આ બટન ક્લિક કરવું.

વયપત્રક મુજબ પ્રોફાઇલ અપડેટ કરો- વયપત્રક મુજબ વિદ્યાર્થીઓનું લિસ્ટ અપડેટ  કરવા આ બટન ક્લિક કરો. આ પ્રક્રિયામાં પ્રોફાઇલના વિદ્યાર્થીઓના લિસ્ટ સાથે વયપત્રકમાંના ચાલુ નામના લિસ્ટ સાથે સરખામણી થશે. આ સરખામણી બાદ પરિણામ આપને નીચે પ્રમાણેના ડાયલોગબોક્ષમાં દેખાશે.

નામ દૂર કરો- પ્રોફાઇલમાંથી નામ દૂર કરવા માટે આ બટન ક્લિક કરો. વયપત્રક પ્રમાણે યાદી અપડેટ કરતા વધારાના નામો દૂર થાય જ છે. જો અન્ય સંજોગોમાં નામ દૂર કરવાની જરૂર પડે ત્યારે આ બટન દ્વારા નામ દૂર કરી શકાય. જો ભૂલથી નામ દૂર થયુ હોય ત્યારે વયપત્રક પ્રમાણે અપડેટ કરી યાદી તાજી કરી શકશો.

સુધારા કરો- વિદ્યાર્થીઓની માહિતી સુધારવા આ બટન ક્લિક કરવું. એડિટર સક્રિય થતા આપ માહિતીમાં સુધારા કરી શકશો. વયપત્રક આધારિત માહિતી નિષ્ક્રિય રહેશે તેને સુધારી શકાશે નહી. ઉપરાંત વિદ્યાર્થીના રોલ નં તથા શિષ્યવૃત્તિ કેટેગરી આપ વિદ્યાર્થી લિસ્ટના કોષ્ટકમાં પણ કરી શકશો. જ્યારે વચ્ચેથી વિદ્યાર્થીનું નામ કમી થાય ત્યારે રોલ નં સુધારવા સરળ પડે તે માટે સીધા કોષ્ટકમાં જ રોલ નંબર સુધારવા.

માહિતી સંગ્રહિત કરો- વિદ્યાર્થીઓની માહિતીમાં કરેલ સુધારાને ડેટાબેઝમાં સંગ્રહ કરવા આ બટન ક્લિક કરો. સુધારા કરતી વખતે જ્યાં સુધી આ બટન ક્લિક નહી કરો ત્યાં સુધી માહિતી ડેટાબેઝમાં સંગ્રહ નહી થાય. તેથી વારંવાર આ બટન ક્લિક કરી માહિતી સંગ્રહિત કરતા રહો.

સિલેક્ટેડ વિદ્યાર્થીની પ્રોફાઇલ પ્રિન્ટ- ફક્ત એક વિદ્યાર્થીની પ્રોફાઇલ પ્રિન્ટ કરવા જે તે વિદ્યાર્થી સિલેક્ટ કરી આ બટન ક્લિક કરો.

બધા વિદ્યાર્થીની પ્રોફાઇલ પ્રિન્ટ- બધા વિદ્યાર્થીની એકસાથે પ્રોફાઇલ પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

ધોરણવાર વિદ્યાર્થીની યાદી પ્રિન્ટ- અવાર-નવાર આપણને વિદ્યાર્થીઓના લિસ્ટની જરૂર પડતી હોય છે. આ બટન દ્વારા જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓની યાદી પ્રિન્ટ કરી શકાય છે. Parametersના વિકલ્પો સેટ કરી બધા વિદ્યાર્થીઓની એકસાથે તેમજ સિલેક્ટેડ ધોરણના વિદ્યાર્થીઓનના નામ, જન્મતારીખ, જ.ર.નં. સહિતની યાદી પ્રિન્ટ કરી શકાય છે.

વિદ્યાર્થીની જાતિવાર સંખ્યા તારીજ પ્રિન્ટ- શાળામાં કુલ વિદ્યાર્થીઓની જાતિવાર સંખ્યા દર્શાવતી તારીજ પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

કોષ્ટક પ્રિન્ટ- આપની જરૂરિયાત મુજબના કોલમ અને વિદ્યાર્થીઓ સાથેની યાદીની જરૂર હોય ત્યારે કોષ્ટકમાં જરૂરિયાત અનુસાર ફિલ્ટર, સોર્ટીંગ કરી તથા વધારાના કોલમ દૂર કરી આ બટન ક્લિક કરતા કોષ્ટક પ્રિન્ટ થાય છે.

વર્ષાંતે વર્ગબઢતી આપો- વર્ષાંતે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવા માટેની ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આ બટન ક્લિક કરતા નીચે મુજબનું ડાયલોગબોક્ષ દેખાશે.

આ ડાયલોગબોક્ષમાં તમામ પ્રક્રિયાઓનું લિસ્ટ આપેલ છે. પ્રક્રિયા શરૂ કરતા ક્રમશઃ આ પ્રક્રિયાઓ થશે.

પ્રથમ પ્રક્રિયા આપની શાળાના છેલ્લા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોના નામ કમી થશે. આ માટે શાળા છોડ્યાની માહિતી વયપત્રકમાં ઉમેરવા નીચે મુજબનું ડાયલોગબોક્ષ દેખાશે.

માહિતી ભરી ઉમેરો બટન ક્લિક કરતા પ્રક્રિયા આગળ વધશે.

બધી પ્રક્રિયા પૂર્ણ થતા “સુધારા સંગ્રહ કરવા” અંગેનું બટન સક્રિય થશે. જ્યાં સુધી આ બટન ક્લિક નહી કરો ત્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ નહી થાય. અર્થાત્ જો પ્રક્રિયા રદ કરવી હોય તો “બહાર” બટન ક્લિક કરતા પ્રક્રિયા રદ્દ થાય છે.

નોંધઃ આ પ્રક્રિયા વર્ષાંતે કરવી અને સંપૂર્ણ ચોક્સાઇ સાથે શરૂ કરવી. કારણ કે એકવાર આ પ્રક્રિયા થઇ ગયા બાદ ઉલટાવી શકાતી નથી. એટલે કે આ પ્રક્રિયા બાદ વિદ્યાર્થીઓના વયપત્રક માહિતીમાં હાલનું ધોરણ અપગ્રેડ થાય છે. જો આ પ્રક્રિયા ભૂલથી કરવામાં આવશે તો આ ભૂલ સુધારવા તમામ બાળકોના હાલના ધોરણની માહિતી વયપત્રકમાં એકએક કરીને સુધારવી પડશે.

Created with the Personal Edition of HelpNDoc: Single source CHM, PDF, DOC and HTML Help creation