Shishyavrutti

Parent Previous Next

શિષ્યવૃત્તિ દરખાસ્ત મોડ્યૂલ

શિષ્યવૃત્તિ દરખાસ્ત મોડ્યૂલમાં આપ બાળકોની શિષ્યવૃત્તિ દરખાસ્તની માહિતી સંગ્રહી શકો છો. આ સ્ક્રીનમાં મેનુ, દરખાસ્તનું લિસ્ટ તથા સમાવિષ્ટ નામોનું લિસ્ટનો સમાવેશ થાય છે.

ઉપયોગિતા

શિષ્યવૃત્તિની દરખાસ્ત ખૂબ જ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી કે વયપત્રકમાંથી નામ સિલેક્ટ કરી સમાન્ય માહિતી સાથે નામો ઉમેરી શકો છો. દરખાસ્તની તેમજ પહોંચની પ્રિન્ટ કરી શકાય છે. ઉપરાંત વાર્ષિક તારીજ પણ પ્રિન્ટ કરી શકાય છે.

સંચાલનની રીત

મેનુ

  1. હિસાબી વર્ષઃ – હિસાબી વર્ષ સિલેક્ટ કરો.
  2. દરખાસ્ત ઉમેરો – નવી દરખાસ્ત ઉમેરવા માટે.
  3. દરખાસ્ત દૂર કરો – સિલેક્ટેડ દરખાસ્ત દૂર કરવા. દરખાસ્તની સાથે સમાવિષ્ટ નામો પણ દૂર થશે.
  4. વયપત્રકમાંથી નામ ઉમેરો – વયપત્રકમાંથી નામ સિલેક્ટ કરી ઉમેરવા માટે. આ બટન ક્લિક કરતા ડાયલોગબોક્ષ ખૂલશે. જેમાં વયપત્રકનું લિસ્ટ તથા સિલેક્ટેડ નામોનું લિસ્ટ જોવા મળશે. વયપત્રક લિસ્ટમાંથી નામ સિલેક્ટ કરી દરખાસ્તમાં ઉમેરી શકશો. વયપત્રક લિસ્ટમાં ચાલુ નામની લાઇન લીલા રંગની અને જૂના નામ લાલ રંગની દર્શાવેલ છે.
  5. વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી નામ ઉમેરો – વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી નામો દરખાસ્તમાં ઉમેરવા માટે. આ વિકલ્પ દ્વારા ખૂબ જ ઝડપથી નામો ઉમેરી શકાય છે. વિદ્યાર્થીપ્રોફાઇલમાં નોંધેલ શિષ્યવૃત્તિ કેટેગરી મુજબ ઉમેરવાપત્ર તમામ નામો ઉમેરાઇ જાય છે. આ માટે વિદ્યાર્થીપ્રોફાઇલમાં તમામ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કેટેગરી હંમેશા નોંધો.
  6. નામ દૂર કરો – સિલેક્ટેડ નામો દૂર કરવા માટે. કોઇ નામોને દૂર કરવાની જરૂર હોય ત્યારે તે નામો સિલેક્ટ કરી આ બટન ક્લિક કરો.
  7. સુધારો કરો – સુધારા કરવા સ્ક્રીન અનલોક કરવા માટે. આ બટન દ્વારા સ્ક્રીન અનલોક થાય છે. દરખાસ્તમાં ફક્ત વર્ષ, તારીખ, શિષ્યવૃત્તિ અને ગણવેશની સ્થિતિમાં ફેરફાર કરી શકશો. જ્યારે નામોમાં સફેદ કોલમમાં ફેરફારો કરી શકશો.
  8. સંગ્રહિત કરો – વિગતોને ડેટાબેઝમાં સંગ્રહ કરવા માટે.

પ્રિન્ટ

દરખાસ્ત ઉમેરવી

નવી દરખાસ્ત ઉમેરતા એક ડાયલોગબોક્ષ ખૂલશે.

અહિં દરખાસ્તનું ટાઇટલ, કેટેગરી, શૈક્ષણિક વર્ષ, ધોરણ, શિષ્યવત્તિ કે ગણવેશ સહાયના સમાવેશની સ્થિતિ જેવી વિગતો ઉમેરી દરખાસ્ત ઉમેરો બટન ક્લિક કરો. દરખાસ્તનું ટાઇટલ તથા જે કેટેગરી માટે દરખાસ્ત બનાવવી છે તે ધ્યાનથી સિલેક્ટ કરો. જે ઉમેરાયા બાદ સુધારી શકાશે નહી.

નામો ઉમેરવા અને વિગતો ભરવી

દરખાસ્તમાં નામો ઉમેરવા માટે બે વિકલ્પો છે. વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી નામ ઉમેરવા તથા વયપત્રકમાંથી નામ ઉમેરવા.

આ પૈકી વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી નામ ઉમેરવા ખૂબ સરળ છે. આ માટે આપે વિદ્યાર્થીપ્રોફાઇલમાં શિષ્યવૃત્તિ કેટેગરીની નોંધ કરેલ હોવી જોઇએ. આ કેટેગરી અનુસાર ઉમેરવાપાત્ર નામો આપોઆપ ઉમેરાય છે.

આ ઉપરાંત વયપત્રકમાંથી પણ સિલેક્ટ કરી નામો ઉમેરી શકશો. આ માટે આપને ડાયલોગબોક્ષ અપાશે. જેમાં વયપત્રકના નામોના લિસ્ટમાંથી નામો સિલેક્ટ કરી ઉમરો.

નામો ઉમેરતી વખતે સામાન્ય વિગતો ભરવા માટે ડાયલોગબોક્ષ દેખાશે. અહિ ભરેલી વિગતો તમામ નામોમાં ભરાશે.

Created with the Personal Edition of HelpNDoc: Create HTML Help, DOC, PDF and print manuals from 1 single source