Parinam Patrak Banavvu

How to ››
Parent Previous Next

પરિણામ પત્રક બનાવવુ

પૂર્વ જરૂરિયાતઃ પરિણામપત્રક બનાવવા માટે વયપત્રકમાં તમામ વિદ્યાર્થીની ડેટાએન્ટ્રી થયેલ હોવી જોઇએ તથા વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરેલ હોવી જરૂરી છે. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો.

પરિણામપત્રક બનાવવા નીચેના સ્ટેપ અનુસરો.

  1. જે ધોરણનું પરિણામપત્રક બનાવવુ હોય તે મોડ્યૂલ ઓપન કરો.
  2. મેનુ પરથી ચાલુ શૈક્ષણિક વર્ષ સિલેક્ટ ન હોય તો સિલેક્ટ કરો. અગાઉનું પરિણામપત્રક જોવા માટે જે તે વર્ષ સિલેક્ટ કરી જોઇ શકાશે.
  3. પરિણામપત્રકમાં નામ ઉમેરવા માટે મેનુ પર બે વિકલ્પ છે - વયપત્રકમાંથી નામ સિલેક્ટ કરીને તથા વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી ધોરણના તમામ નામ ઉમેરવા. વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમેરવા વધુ સરળ છે. આ દરમિયાન જો કોઇ નામ પહેલેથી ઉમેરેલ હશે તો તે બેવડાશે નહી. વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમેરતા આપને નીચે જેવું ડાયલોગબોક્ષ દેખાશે.

  1. નામ ઉમેરાયા બાદ સેવ કરતા તમામ નામ દેખાશે. સેવ કરતા પહેલા આ પ્રક્રિયા રદ્દ કરવાનો વિકલ્પ પણ રહેશે. સુધારા રદ્દ કરો બટન ક્લિક કરવાથી આ પ્રક્રિયા રદ્દ કરી શકશો.
  2. ધોરણના એકથી વધુ વર્ગ હોય તો તમામ વર્ગના નામ ઉમેરાશે. જે વર્ગ અને કુમાર-કન્યા પ્રમાણે જૂથમાં ગોઠવાશે.
  3. જો રોલનંબર બરાબર ન હોય તો રોલનંબર ક્રમિક રીતે સુધારી લો. જરૂર મુજબ વર્ગના કોલમમાં પણ સુધારો કરી શકશો.
  4. પ્રિન્ટ મેનુ પરથી પરિશિષ્ટ-અ અને પરિશિષ્ટ-બ નામ સહિત પ્રિન્ટ કરી શકશો. આ ફોર્મેટ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે ઉપયોગી થશે.
  5. સત્રાંતે આ પરિશિષ્ટ-ક માટે ગુણ ઉમેરો. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે મારી વેબસાઇટ પર Excelમાં બનાવેલ સોફ્ટવેરમાં ખૂબ સરળતાથી તમામ પત્રકો ભરી શકાય છે. જો તેમાં SCE પત્રકો બનાવ્યા હોય તો તેની પત્રક-ક ની ગુણની વિગતો કોપી કરને અહિ પેસ્ટ કરી શકશો. આ માટે Excel શીટમાંથી એક-એક વિષયના ગુણ સિલેક્ટ કરીને કોપી કરો અને આ મોડ્યૂલમાં જયાં પેસ્ટ કરવા હોય તે સેલ સિલેક્ટ કરી મેનુ પરથી કોપી કરેો માહિતી પેસ્ટ કરો બટન ક્લિક કરો. યાદ રાખોઃ કોપી કરેલ સેલ અને મોડ્યૂલમાં તમામ વિદ્યાર્થીઓનો ક્રમ એકસરખો હોવો જોઇએ. ગુણના ખાનામાં ફક્ત આંકડાં જ ઉમેરી શકાશે. ગેરહાજર માટે Ab કે અન્ય અક્ષર ઉમેરાશે નહી. જો પત્રકના ફોર્મેટમાં કોઇ ફેરફાર કરવો હોય તો પ્રિન્ટ પ્રવ્યુ પરથી પત્રકને Excel શીટમાં એક્ષ્પોર્ટ કરી તેમાં સુધારા કરી પ્રિન્ટ કી શકો.
  6. દરેક વિદ્યાર્થી માટે વિશેષ નોંધ જમણી બાજુની પેનલમાં ઉમેરી શકશો. જે પ્રગતિત્રકમાં પ્રિન્ટ થશે. આ માટે વિદ્યાર્થી સિલેક્ટ કરી વિશેષ નોંધ ઉમેરો. જો એક્સરખી નોંધ લખવી હોય તો એરો ક્લિક કરીને લિસ્ટમાંથી સિલેક્ટ કરી શકશો. લિસ્ટમાં અગાઉ ઉમેરેલી વિગતો દેખાશે.
  7. પ્રિન્ટ મેનુમાં સમગ્ર ગુણપત્રક, બધા પ્રગતિ પત્રક, સિલેક્ટ કરેલ પ્રગતિ પત્રક પ્રિન્ટ કરવા માટેના વિકલ્પો છે.

Created with the Personal Edition of HelpNDoc: Single source CHM, PDF, DOC and HTML Help creation