Gunpatrak (Std 3 to 8)

Parent Previous Next

પરિણામપત્રક(ધો-3 થી 8) મોડ્યૂલ  

ઉપયોગિતા

આ મોડ્યૂલ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામપત્રકોની માહિતીનો સંગ્રહ કરી શકશો. ધોરણ 3 થી 8ના પરરિણામપત્રકોનો દેખાવ અને સંચાલનની રીત લગભગ સરખા છે. ધોરણ અનુસાર વિષયોમાં ફેરફાર થશે. માહિતી ઉમેર્યાં બાદ પરિણામપત્રકો અને પ્રગતિપત્રકો પ્રિન્ટ કરી શકશો.

સંચાલનની રીત

શૈક્ષણિક વર્ષ સિલેક્ટ કરો- જે શૈક્ષણિક વર્ષ માટે પરિણામપત્રકની માહિતી જોવી હોય તે સિલેક્ટ કરતા તે વર્ષ માટે માહિતી જો ઉપલબ્ધ હશે તો દેખાશે.

માહિતી તાજી કરો- માહિતી તાજી કરવા આ બટન ક્લિક કરો. આ મોડ્યૂલ ઓપન હોય તે દરમિયાન વયપત્રકમાં થયેલા સુધારા આ મોડ્યૂલમાં અપડેટ કરવા આ બટન ક્લિક કરવું.

વયપત્રકમાંથી નામ ઉમેરો- વયપત્રકમાંથી નામ સિલેક્ટ કરીને ઉમેરવા માટે આ બટન ક્લિક કરતા નીચે મુજબ ડાયલોગબોક્ષ દેખાશે.

જે નામ ઉમેરવા છે તે સિલક્ટ કરવા વયપત્રકના નામોના લિસ્ટમાં નામ ડબલ ક્લિક કરો અથવા લિસ્ટમાંથી નામો સિલેક્ટ કરી + બટન ક્લિક કરતા નામો સિલેક્ટેડ નામોના લિસ્ટમાં ઉમેરાશે. નીચેના ભાગમાં ધોરણ અને વર્ગના વિકલ્પ પસંદ કરી નામોને પરિણામપત્રકમાં ઉમેરો.

નોંધઃ કોઇ ખાસ કારણ હોય તો જ નામ ઉમેરવા માટે આ વિકલ્પ પસંદ કરવો. સામાન્ય રીતે પ્રોફાઇલમાંથી નામો ઉમેરવા ખૂબ જ સરળ પડશે.

વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમરો- પરિણામમાં નામ ઉમેરવા માટેનો આ સરળ વિકલ્પ છે. આ બટન ક્લિક કરતા નીચે મુજબ મેસેઝ દેખાશે.

Yes ક્લિક કરતા નીચે મુજબ મેસેઝ દેખાશે.

વિદ્યાર્થીના નામ દૂર કરો- વિદ્યાર્થીનું નામ અને વિગતો દૂર કરવા આ બટન ક્લિક કરો. એક કરતા વધારે નામ સિલેક્ટ કરી એકસાથે દૂર કરી શકશો.

સુધારા કરો- પરિણામપત્રકમાં માહિતી ઉમેરવા કે સુધારવા આ બટન ક્લિક કરતા એડિટર સક્રિય થાય છે. પત્રકમાં ફક્ત વર્ગ અને ગુણના ખાનામાં સુધારો કરી શકશો. જો આપ ગુણના ખાનામાં ભૂલથી સંખ્યા સિવાયની માહિતી ઉમેરશો તો આપને ભૂલ અંગેનો મેસેઝ દેખાશે. જેથી આપનાથી ભૂલ થવાની સંભાવના રહેશે નહી.

સંગ્રહિત કરો- વિગતોમાં કરેલ સુધારા સંગ્રહિત કરવા આ બટન ક્લિક કરો.


પ્રિન્ટ

પરિણામ પત્રક પ્રિન્ટ- અહિ આપને ધોરણ પ્રમાણે પરિણામ પત્રકના પેઇઝ પ્રિન્ટ કરવાના વિકલ્પો આપેલ છે. બધા પેઇઝને આગળ-પાછળ પ્રિન્ટ કરવાં.

પ્રગતિપત્રક પ્રિન્ટ- પ્રગતિપત્રક પ્રિન્ટ માટે આ5ને બે વિકલ્પ આપેલ છે. બધા પ્રગતિપત્રક અને સિલેક્ટેડ એક પ્રગતિપત્રક પ્રિન્ટ કરવા જે તે બટન ક્લિક કરવું.

Created with the Personal Edition of HelpNDoc: Create iPhone web-based documentation