Mail Merge Student

Tools ››
Parent Previous Next

મેઇલ-મર્જ સ્ટુડન્ટ મોડ્યૂલ  

આ મોડ્યુલ એક વર્ડપ્રોસેસર છે, જેની સાથે વિદ્યાર્થી ડેટાબેઝ જોડાયેલ છે. આ ડેટાબેઝનો ઉપયોગ મેઇલ મર્જ સુવિધા માટે થાય છે. વર્ડ સ્ટુડન્ટમોડ્યુલ દ્વારા આપ વિદ્યાર્થીજોગ પત્ર, ઓળખપત્રો, લેબલ વગેરે જેવા ફોર્મેટ બનાવી પસંદગિના વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ મર્જ કરી શકો છો.

મેનુ

આ મોડ્યુલનુ મેનુ ચાર કેટેગરીમાં આપવામાં આવેલ છે. મોટા ભાગના વિકલ્પો MS Word 2007 ના વિકલ્પોને મળતા આવે છે. આથી આ વિકલ્પોને ટૂંકમાં જાણીએ.

Word Processor Menu – આ કેટેગરીમાં વર્ડ પ્રોસેસ માટેના વિકલ્પો આપેલા છે. જે ચાર પેઝમાં વહેંચાયેલા છે.

Header & Footer Tools – આ કેટેગરીમાં હેડર અને ફૂટર માટેના વિકલ્પો આપેલા છે.

Table Tools – આ કેટેગરીમાં કોષ્ટક માટેના વિકલ્પો બે મેનુપેઝ Design અને Layout તરીકે આપેલા છે. જ્યારે આપ કોષ્ટક ઉમેરો છો ત્યારે આ મેનુની અસર શરૂ થાય છે.

Picture Tools – આ કેટેગરીમાં ચિત્ર માટેના વિકલ્પો આપેલા છે. જ્યારે આપ પાના પર ચિત્ર ઉમેરો છો ત્યારે આ મેનુની અસર શરૂ થાય છે.

ડોક્યુમેન્ટ મર્જ

આ મોડ્યુલનુ સૌથી મહત્વની સુવિધા ડોક્યુમેન્ટ મર્જ છે. આ સુવિધા આપ Mailing મેનુ દ્વારા મેળવી શકશો.

કોઇપણ ડોક્યુમેન્ટ મર્જ ફોર્મેટ બનાવતી વખતે ડેટાબેઝની વિગત ઉમેરવા માટે Insert Merge Field બટન ક્લિક કરતા વિગતોની યાદી દેખાશે. જેમાંથી વિગત પર ક્લિક કરતા લખાણમાં વિગતનો કોડ ઉમેરાશે.

Show All Field Codes બટન ક્લિક કરતા લખાણમાં ઉમેરેલી વિગતોના કોડ દેખાશે.

Show All Field Results/View Merged Data બટન ક્લિક કરતા લખાણમાં ઉમેરેલી વિગતો દેખાશે. ડેટાબેઝમાં રેકોર્ડ લાઇન બદલતા તે લાઇનની વિગત લખાણમાં દેખાશે.

Merge To New Document બટન ક્લિક કરતા ડોક્યુમેન્ટ મર્જ માટેના વિકલ્પોનું ડાયલોગબોક્ષ દેખાશે.

Merge records વિભાગમાં Selected પસંદ કરતા સિલેક્ટ કરેલી વુગતો માટે ડોક્યુમેન્ટ બનશે અને All સિલેક્ટ કરતા તમામ રેકોર્ડ માટે ડોક્યુમેન્ટ બનશે.


Merge to વિભાગમાં Window સિલેક્ટ કરતા તૈયાર થયેલ ડોક્યુમેન્ટ નવી વિન્ડોમાં દેખાશે અને File સિલેક્ટ કરતા નવી ફાઇલ તરીકે સંગ્રહ થશે.

Created with the Personal Edition of HelpNDoc: Full-featured Kindle eBooks generator