Aavak/Javak Register

Parent Previous Next

આવક/જાવક રજીસ્ટર મોડ્યૂલ

આ સ્ક્રીન બે ભાગમાં જોઇ શકાય છે.

ઉપયોગ

આ મોડ્યૂલ આપની શાળનું આવક રજીસ્ટર અને જાવક રજીસ્ટર નિભાવશે. આ મોડ્યૂલ ફાઇલ મેનેજર મોડ્યૂલને સંલગ્ન છે. એટલે કે ફાઇલ મેનેજરમાં જો આવક/જાવકની એન્ટ્રી ઉમેરાશે તો તે આ મોડ્યૂલમાં પણ અપડેટ થશે. આપ માહિતી પત્રકોની આવક કે જાવકની નોંધ ફાઇલ મેનેજરમાં પણ કરી શકો છો. જો તેમાં એન્ટ્રી નોંધી હોય તો આ મોડ્યૂલમાં તે માહિતીની એન્ટ્રી ફરીથી કરવાની જરૂર નથી.

સંચાલનની રીત­

પત્રક શોધવું

જ્યારે માહિતી કે પત્રક શોધવું હોય ત્યારે  આપેલ એન્ટ્રીલિસ્ટ કોષ્ટક માંથી માહિતી શોધો. માહિતી શોધવા માટે ફિલ્ટર, સોર્ટિંગ, ગ્રુપિંગ કે ફાઈન્ડ પેનલનો ઉપયોગ કરી શકશો.

પ્રિન્ટ

આવક/જાવક પ્રિન્ટ- સિલેક્ટેડ ફાઇલમાં સમાવિષ્ટ પત્રકોની વિગતો પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. પ્રિન્ટ પ્રિવ્યુમાં આપ Parameters પેનલમાંથી બધી એન્ટ્રી સિલેક્ટ કરી Submit કરતાં બધી એન્ટ્રીની વિગતો દેખાશે. જો સમયગાળા પ્રમાણે વિકલ્પ પસંદ કરતા નીચે આપેલ પ્રારંભિક તારીખ અને અંતિમ તારીખ મુજબના સમયગાળામાં થયેલ એન્ટ્રીઓ પ્રિન્ટ થશે.

Created with the Personal Edition of HelpNDoc: Produce electronic books easily