How to type Gujarati

Parent Previous Next

સરળતાથી ગુજરાતી યુનીકોડ ટાઇપ કરવા માટે અહિં ગુજરાતી કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેના દ્વારા આપ ખૂબ જ સહેલાઇથી ગુજરાતી ટાઇપ કરી શકશો. આ કીબોર્ડ ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.


SchoolPro Keyboard

આ કી-બોર્ડ SchoolPro Primary Software આધારિત છે. આ કી-બોર્ડ ટાઇપ રાઇટરના આધાર પર બનાવેલ છે. જેમા સરળતા માટે થોડા ફેરફારો કરેલ છે. જે ઉપરોક્ત ઇમેજમાં જોઇ શકાય છે. SchoolProમાં તમામ આંકડાં અંગ્રેજી અંકમાં ઉમેરવાના હોઇ આ લેઆઉટમાં તમામ અંકો અંગ્રેજીમાં જ ટાઇપ થશે. અન્ય કીબોર્ડ ગુજરાતી અંક ટાઇપ કરશે. જે આ સોફ્ટવેર સ્વીકારશે નહી. આમ આ કીબોર્ડનો ઉપયોગ કરવાથી વારંવાર ભાષા બદલવી પડતી નથી. તેથી ડેટાએન્ટ્રીમાં ઝડપ થશે.

ઉપરાંત આ કીબોર્ડમાં કેટલાક ગુજરાતીમાં વધુ વપરાતા શબ્દો કી કોમ્બીનેશનથી ટાઇપ કરી શકશો.



GUJARATI INDIC INPUT

 આ સોફ્ટવેર સાથે કુલ 8 કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેમાં ફોનેટીક ટાઇપ-રાઇટર ટેરાફોન્ટ જેવા લેઆઉટનો સમાવેશ થાય છે. Show Keyboard નો વિકલ્પ પસંદ કરતા ટાઇપ કરતી વખતે આપને કી-બોર્ડ દેખાશે જેથી આપ કોઇપણ મહાખરા વગર પણ સરળતાથી ટાઇપ કરી શકશો.


PramukhIME

આ સોફ્ટવેર દ્વારા આપ 9 ભારતિય ભાષાઓ ફોનેટિક લેઆઉટમાં ટાઇપ છરી શકશો.

ઉપરના કીબોર્ડ ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.


Google Gujarati Transliteration IME

આ પણ ગુગલનું ગુજરાતી કીબોર્ડ છે. જે ગુગલની સાઇટ પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એક નવી ટેકનોલોજી સાથેનું ફોનેટિક કીબોર્ડ છે. આપ અંગ્રેજીમાં ટાઇપ કરશો તે આધારિત આપને ગુજરાતી શબ્દોના રેફરન્સ જોવા મળશે. મારા અનુભવ પ્રમાણે આ કીબોર્ડ દ્વારા કેટલાક સંયુક્તાક્ષરો ટાઇપ કરવામાં મુશ્કેલી પડે છે.


આ પણ જાણો.....


Created with the Personal Edition of HelpNDoc: Single source CHM, PDF, DOC and HTML Help creation