Shishyavrutti Darkhast Banavvu

How to ››
Parent Previous Next

SchoolPro વડે શિષ્યવૃત્તિ દરખાસ્ત તૈયાર કરવી.

જો આપે હજી વયપત્રકમાં નામો ઉમેરેલ ન હોય તો સૌપ્રથમ વયપત્રક મોડ્યૂલમાં નામ ઉમેરો. નામ ઉમેરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.


શિષ્યવૃત્તિ તૈયાર કરતા પહેલા આપે વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.

શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા નીચેના સ્ટેપ અનુસરો.

  1. વયપત્રક અને વિદ્યાર્થી પ્રોફાઇલ બનાવ્યા બાદ મેનુ પર “શિષ્યવૃત્તિ દરખાસ્ત” પર ક્લિક કરો.
  2. મેનુ પરથી “દરખાસ્ત ઉમેરો” બટન ક્લિક કરો. ખુલતા ડાયલોગબોક્ષમાં દરખાસ્તનું નામ લખો. શિષ્યવૃત્તિની કેટેગરી સિલેક્ટ કરો. આ કેટેગરી મુજબ વિદ્યાર્થીપ્રોફાઇલમાં જે વિદ્યાર્થી આ કેટેગરીમાં હશે તે નામ ઉમેરાશે. શૈક્ષણિક વર્ષ, ધોરણની વિગતો આપો. શિષ્યવૃત્તિ અને ગણવેશમાંથી જે સહાય માટેની દરખાસ્ત હોય તેને ક્લિક કરી તેની આગળ ખરાની નીશાની લાવો. “દરખાસ્ત ઉમેરો” ક્લિક કરો.
  3. ડાબી બાજુ દરખાસ્ત ઉમેરેલી દેખાશે. હવે નવી ઉમેરાયેલી દરખાસ્તમાં નામ ઉમેરવા ડાબી બાજુ તે દરખાસ્ત સિલેક્ટ છે તેની ખાતરી કરો. મેનુમાંથી વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમેરો ક્લિક કરતા તે કેટેગરીના તમામ નામ ઉમેરાશે.
  4. સામાન્ય માહિતી ભરવા માટે ફોર્મ દેખાશે. જેમાં ભરેલી માહિતી તમામ નામમાં ઉમેરાશે.
  5. શિષ્યવૃત્તિ દરખાસ્તની માહિતી ઉમેરતી વખતે કોલમના બધા સેલમાં સરખી માહિતી એકસાથે ભરી શકાય તેવી જોગવાઇ છે .EDITABLE સ્થિતિમાં હેડર પર જમણી ક્લિક કરી આપ કોલમના બધા સેલમાં એકસાથે વિગતો ભરી શકશો.

  1. શિષ્યવૃત્તિ દરખાસ્તની માહિતી ઉમેરતી વખતે પ્રોફાઇલમાં ઉમેરેલ બેંક એકાઉન્ટની માહિતી દરખાસ્તમાં લાવવા હેડર પર જમણી ક્લિક કરી વિકલ્પ ક્લિક કરો.

  1. હવે ઉમેરેલા નામની અન્ય વિગતો ઉમેરો અને Save કરી લો.
  2. દરખાસ્તને પ્રિન્ટ કરવા મેનુમાંથી “દરખાસ્ત પ્રિન્ટ કરો” બટન ક્લિક કરતા આપને પ્રિવ્યુ દેખાશે. આ પ્રિવ્યુમાં જો આપને પેઇઝનું સેટિંગ અનુકુળ ન હોય તો પેઇઝની સાઇઝ અને અન્ય સેટિંગ આપી પ્રિન્ટ કરી શકશો.

  1. છેલ્લા પ્રિન્ટ લેઆઉટમાં જો આપ સુધારા કરી પ્રિન્ટ કરવા માગતા હો તો આ દરખાસ્તને Excelમાં એક્ષ્પોર્ટ કરવા પ્રિવ્યુ મેનુમાંથી Export ગ્રુપમાંથી એક્ષ્પોર્ટ લિસ્ટમાંથી XLSX File સિલેક્ટ કરશો તો દરખાસ્તની Excel ફાઇલ બની જશે. જેમાં જરૂરી સુધારા કરી પ્રિન્ટ કરી શકશો.

Created with the Personal Edition of HelpNDoc: Easily create PDF Help documents