Dead Stock Register

Parent Previous Next

ડેડસ્ટોક રજીસ્ટર મોડ્યૂલ

ઉપરોક્ત રોજમેળ મોડ્યૂની સ્ક્રિનને ચાર ભાગમાં વહેંચી શકાય.

  1. મેનુ
  2. એન્ટ્રી એડિટર
  3. કેટેગરી લિસ્ટ
  4. સામાનનું લિસ્ટ

ઉપયોગિતા

આ મોડ્યૂલ શાળામાં ઉપલબ્ધ સાધનસામગ્રીના ડેડસ્ટોક માહિતીનો સંગ્રહ કરે છે. ડેડસ્ટોક રજીસ્ટર નિભાવી પ્રિન્ટ કરી કરી શકાય છે. ઉપલબ્ધ સામાનની વિગતો ઝડપથી શોધી શકાય છે.

સંચાલનની રીત

નવી કેટેગરી ઉમેરો- સામાનની માહિતી યોગ્ય જૂથમાં વહેંચવા કેટેગરી ઉમેરો. “નવી કેટેગરી ઉમેરો” બટન ક્લિક કરતા કેટેગરી લિસ્ટમાં કેટેગરી ઉમેરાશે. તેને નામ આપો.

કેટેગરી દૂર કરો- કેટેગરી અને તેની હેઠળની સામાનની વિગતો દૂર કરવા આ બટન ક્લિક કરો.

સામાનની એન્ટ્રી ઉમેરો- સામાનની એન્ટ્રી ઉમેરવા માટે

“એન્ટ્રી ઉમેરો” બટન ક્લિક કરો. એન્ટ્રી એડિટર સક્રિય થશે તેમાં વિગતો ઉમેરો.

સામાનની એન્ટ્રી દૂર કરો- સામાનની એન્ટ્રી દૂર કરવા જે વિગતો દૂર કરવી છે તે સિલેક્ટ કરી લો. એકથી વધારે રો એકસાથે સિલેક્ટ કરી શકશો. “એન્ટ્રી દૂર કરો” બટન ક્લિક કરતા સિલેક્ટેડ એન્ટ્રી દૂર થશે.

સુધારો કરો- વિગતોમાં સુધારા કરવા માટે આ બટન ક્લિક કરતા એન્ટ્રી એડિટર સક્રિય થશે.

સંગ્રહિત કરો- વિગતોમાં કરેલ સુધારાને સંગ્રહિત કરવા માટે આ બટન ક્લિક કરો. એન્ટ્રી ઉમેરતી વખતે જ્યાં સુધી આપ આ બટન ક્લિક નહી કરો ત્યાં સુધી તમામ નવી એન્ટ્રી ડેટાબેઝમાં સંગ્રહિત નહી થાય. તેથી એન્ટ્રી ઉમેર્યા બાદ આ બટન ક્લિક કરી માહિતી સંગ્રહિત કરો.

કેટેગરી પ્રિન્ટ- આ બટન ક્લિક કરતા સિલેક્ટેડ કેટેગરીના સામાનની વિગતો દર્શાવતું ડેડસ્ટોક રજીસ્ટર પ્રિન્ટ થશે.

સંપૂર્ણ ડેડસ્ટોક રજીસ્ટર પ્રિન્ટ- આ બટન ક્લિક કરતા તમામ કેટેગરીના સામાનની વિગતો દર્શાવતું ડેડસ્ટોક રજીસ્ટર પ્રિન્ટ થશે.

Created with the Personal Edition of HelpNDoc: Easily create EPub books