Database Backup

Settings ››
Parent Previous Next

ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર


જ્યારે આપ શાળાની ખૂબ જ અગત્યની માહિતી કમ્પ્યૂટરમાં ઉમેરો છો ત્યારે આ માહિતી કમ્પ્યૂટરમાં આવેલ ખામીને લીધે કરપ્ટ થાય કે માહિતી દૂર થઇ જાય ત્યારે મુશ્કેલી પડે છે. આ માટે સમયાંતરે માહિતીની ડેટાબેઝનું બેકઅપ રાખવું હિતાવહ છે. આ માટે આપને સેટિંગ મેનુટેબ હેઠળ બે બેકઅપ માટેના મેનુ આપેલ છે.


ડેટાબેઝ બેકઅપ કેવી રીતે લેશો?

આપેલ "ડેટાબેઝ બેકઅપ" બટન ક્લિક કરતા ડેટાબેઝ ફોલ્ડરમાં ઓટોમેટિક કોપી થશે. ડેટાબેઝના નામ પાછળ તારીખ અને સમય લગાડી રીનેમ થયેલી જોવા મળશે. ડેટાબેઝ ફોલ્ડર ખોલવા માટે "ડેટાબેઝ ફોલ્ડર ખોલો" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે. કોપી થયેલ ડેટાબેઝને આપ અન્ય જગ્યાએ અથવા CD કે DVDમાં સ્ટોર કરી રાખવી. કોઇ અગત્યની માહિતી અપડેટ કર્યા બાદ બેકઅપ લઇ લેવું હિતાવહ છે.


ડેટાબેઝ રીસ્ટોર કેવી રીતે કરશો?

ડેટાબેઝ રીસ્ટોર કરવા માટે લિસ્ટમાંથી જે બેકઅપ રીસ્ટોર કરવું છે તે સિલેક્ટ કરો. "ડેટાબેઝ રીસ્ટોર કરો" બટન ક્લિક કરતા જુનુ બેકઅપ રીસ્ટોર થશે. રીસ્ટોર થયેલ ડેટાબેઝ મુજબ ડેટા જોવા ખૂલેલી વિન્ડોની માહિતી તાજી કરો. જો ખૂબ જૂના બેકઅપ દૂર કરવા હોય તો "બેકઅપ દૂર કરો" બટન ક્લિક કરો.



Created with the Personal Edition of HelpNDoc: Free iPhone documentation generator