Mahiti FIlter Karvi

Parent Previous Next

માહિતી ફિલ્ટર


કોષ્ટકમાં માહિતી ફિલ્ટર ત્રણ રીતે કરી શકશો.

1.  ફિલ્ટર રો

કોષ્ટકના કોલમ શિર્ષકની નીચે પ્રથમ રો ફિલ્ટર રો છે. આ રો બધા કોષ્ટકમાં જોવા નહી મળે. જરૂરિયાત અનુસાર તેને છુપાવી છે. જેમાં આ ફિલ્ટર રો દેખાય છે. તેમાં જે તે કોલમમાં માહિતી લખવાની શરૂઆત કરવામાં આવશે તે કોલમ અનુસાર કોષ્ટકની માહિતી ફિલ્ટર થશે અને ફિલ્ટર પેનલમાં ફિલ્ટરની સ્થિતિ દેખાશે.

2. ફિલ્ટર બટન

ચિત્રમાં બતાવ્યા અનુસાર કોલમના શિર્ષકમાં જમણી બાજુ ફિલ્ટર બટન આપેલ છે. આ બટન ક્લિક કરતા કોલમમાં આવતા તમામ શબ્દોનું લીસ્ટ કક્કાવારી ક્રમમાં દર્શાવતી પોપઅપ વિન્ડો ખુલશે. આમાંથી શબ્દ સિલેક્ટ કરતા તે શબ્દ અનુસાર માહિતી ફિલ્ટર થશે.

3. ફિલ્ટર એડિટર દ્વારા

કોઇ જટિલ શરતો પર ફિલ્ટર કરવા માટે ફિલ્ટર એડિટરનો ઉપયોગ કરી શકાય છે. ફિલ્ટર એડિટર ખોલવા માટે કોષ્ટકના મથાળા પર જમણુ ક્લિક કરતા નીચે મુજબ મેનુ ખુલશે. જેમાંથી Filter Editor વિકલ્પ સિલેક્ટ કરતા ફિલ્ટર એડિટર ડાયલોગબોક્ષ ખુલશે.

ફિલ્ટર પેનલ

હાલના ફિલ્ટર શરતો કોષ્ટકની નીચે ફિલ્ટર પેનલ પર જોવા મળશે.

 

ફિલ્ટરની શરતોની અસર દૂર કરવા શરત આગળ રહેલ ચેકબોક્ષ પર ક્લિક કરો.

ફિલ્ટર પેનલ બંધ કરવા x નિશાની પર ક્લિક કરો.

તમે ઉમેરેલી હાલની શરતો ફિલ્ટર પેનલની યાદીમાં સંગ્રહાય છે. જેનો ઉપયોગ આપ ફરી વખત માહિતી ફિલ્ટર કરવા કરી શકશો. મોડ્યૂલ બંધ કરતા આ યાદી નાશ પામે છે.


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Free EBook and documentation generator