Data-Entry no kram

Parent Previous Next

ડેટા-એન્ટ્રીનો ક્રમ

આ સોફ્વેરના ઉપયોગની શરૂઆતમાં આપને પ્રારંભિક માહિતી ડેટાએન્ટ્રી કરવી પડશે. આ માહિતીની ડેટાએન્ટ્રી કરતી વખતે ચોક્કસ ક્રમ જળવાય તે જરૂરી છે. આ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખશો.


પ્રારંભિક ડેટા-એન્ટ્રી

  1. સૌપ્રથમ શાળા પ્રોફાઇલમાં તમામ માહિતી ઉમેરો. આ માહિતી પત્રકોના પ્રિન્ટ લેઆઉટમાં ઉપયોગ થશે.
  2. ત્યારબાદ વયપત્રકની ડેટાએન્ટ્રી કરવી. વયપત્રકમાંના તમામ નામ ઉમેરવા. આપ અમુક સામાન્ય માહિતી જેમ કે નામ, જ.ર.નં., જન્મતારીખ જેવી માહિતી આપી ડેટાએન્ટ્રી ઝડપથી પૂર્ણ કરી શકો. અન્ય માહિતી સમયની અનુકુળતા પ્રમાણે પછી કરશો. આટલી માહિતી સાથે આપ અન્ય પત્રકોમાં વયપત્રકમાંથી નામ ઉમરી શકશો. ચાલુ નામ માટે Active અને જૂના નામ માટે Inactive ખાસ નોંધવું.
  1. વયપત્રકમાં તમામ નામોની એન્ટ્રી નોંધ્યા બાદ વિદ્યાર્થી પ્રોફાઇલમાં ચાલુ નામ અપડેટ કરવા. જ્યારે પણ વયપત્રકમાં નામ ઉમેરાય કે વિદ્યાર્થી શાળા છોડી જાય ત્યારે પ્રોફાઇલ અપડેટ કરી લેવી. શૈક્ષણિક વર્ષના અંતે વર્ગ બઢતી આપતા તમામ ચાલુ નામના ધોરણ અપગ્રેડ થાય છે. આ પ્રોફાઇલમાં આપેલી વધારાની માહિતી કાયમી નથી. વિદ્યાર્થીનું નામ પ્રોફાઇલમાંથી દૂર થતા વધારાની માહિતી દૂર થશે જ્યારે વયપત્રકની માહિતીમાં કોઇ ફેરફાર નહિ થાય.
  2. શિક્ષક પ્રોફાઇલમાં શિક્ષકોની માહિતી ઉમેરો.
  3. પુસ્તક રજીસ્ટરમાં પુસ્તકોની વિગતો ઉમેરવી


દૈનિક ડેટા-એન્ટ્રી

  1. વિદ્યાર્થીના હાજરીપત્રકમાં હાજરી નોંધવી.
  2. દૈનિક હાજરીના આંકડા નોંધવા.


માસિક ડેટા-એન્ટ્રી

  1. માસિકપત્રક ઉમેરી તેમાં માહિતી ભરવી.
  2. હાજરીપત્રક ઉમેરવું.
  3. પગારબીલમાં પગારની વિગતો ઉમેરવું


પ્રસંગોપાત ડેટા-એન્ટ્રી

  1. વયપત્રકમાં નામ ઉમેરવું કે કમી કરવું અને વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરવી.
  2. જન્મતારીખ પ્રમાણપત્ર કે શા.છો. પ્રમાણપત્રની જાવક નોંધો.
  3. શાળામાં આવતા કે શાળામાંથી મોકલાતા કે શાળામાં ઉપયોગમાં લેવાતા પત્રકો કે પરિપત્રોની નોંધ ફાઇલ મેનેજર કે આવક-જાવક રજીસ્ટરમાં નોંધો.
  4. શિક્ષક પ્રોફાઇલમાં જરૂરી સુધારા જેમકે ધોરણ અને બાળકોની સંખ્યા, ઇન્ક્રીમેન્ટની તારીખ જેવા સુધારા કરવા.
  5. શિષ્યવૃત્તિ દરખાસ્ત ઉમેરવી અને વિગતો ભરવી.
  6. રોજમેળ અને ખાતાવહીમાં વિગતો ઉમેરવી.
  7. ડેડસ્ટોક રજીસ્ટરમાં વિગતો ઉમેરવી.
  8. વિદ્યાર્થીના ઓળખપત્ર તૈયાર કરવા.
  9. પુસ્તક રજીસ્ટરમાં પુસ્તકોની વિગતો ઉમેરવી કે અપડેટ કરવી.
  10. પુસ્તક ઇસ્યુ કરતી વખતે ઇસ્યુ રજીસ્ટરમાં નોંધ કરવી.
  11. પરિણામ પત્રકોમાં વિગતો ઉમેરવી.


Created with the Personal Edition of HelpNDoc: Free CHM Help documentation generator