Dainik Hajari Book

Parent Previous Next

દૈનિક હાજરી મોડ્યૂલ

       

               આ મોડ્યૂલમાં વિદ્યાર્થીની દૈનિક હાજરીના આંકડાનો સંગ્રહ કરી શકાય છે. આ મોડ્યૂલને પાંચ ભાગમાં વહેંચાયેલું છે.

ઉપયોગિતા

આ મોડ્યૂલમાં વિદ્યાર્થીઓની ધોરણવાર અને જાતિવાર હાજરીના આંકડાઓનો સંગ્રહ થાય છે. અહિં શાળાની દૈનિક હાજરી નોંધતા કેલેન્ડર તૈયાર થાય છે. જેના દ્વારા કામના દિવસો અને રજાના દિવસોની માહિતી મળે છે. દૈનિક હાજરીના ચાર્ટ દ્વારા માહિતીનુ વિશ્લેષણ થઇ શકે છે. કોઇપણ સમયગાળા માટે સરાસરી હાજરી, કામના દિવસો, રજાના દિવસોની ગણતરી કરી શકાય છે.

સંચાલનની રીત

૧. મેનુ

૨. ડેટા-એન્ટ્રી ફોર્મ

ડેટા-એન્ટ્રી ફોર્મમાં ધોરણવાર અને જાતિવાર હાજરસંખ્યા ઉમેરી શકાય છે. આ વિભાગમાં સૌથી ઉપર તારીખ અને તે દિવસની કુલ રજીસ્ટર સંખ્યા જોવા મળે છે. આંકડાકિય માહિતી આપવાની છે તે ખાનામાં સંખ્યા ટાઇપ કરીને અથવા કી-બોર્ડની “એરો કી”નો ઉપયોગ કરી સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકો છો.

કેલેન્ડરમાં જો કામનો દિવસ સેટ કરેલો હોય તે દિવસ માટે જ ડેટા-એન્ટ્રી થઇ શકશે.

૩. કેલેન્ડર

આ મોડ્યૂલની સ્ક્રીનના જમણા ભાગમાં જે દિવસોની માહિતી ઉમેરાઇ છે તેનું કોષ્ટક દેખાય છે.. જેમાં દિવસોની નીચે જેવી માહિતી કોષ્ટક સ્વરૂપે જોવા મળે છે

કેલેન્ડરમાં ફક્ત દિવસનો પ્રકાર અને નોંધ ઉમેરી શકાશે. અન્ય કોલમ આપોઆપ સેટ થશે.

કોષ્ટકની નીચે કેલેન્ડર જોવા મળે છે. કેલેન્ડરમાં દિવસના પ્રકાર પ્રમાણે રંગ સેટ થાય છે. આ કેલેન્ડરમાં તારીખ પર ક્લિક કરતા તે દિવસની હાજરી જો ઉમેરસલી હશે તો દેખાશે.

૪. હાજરી ચાર્ટ

આ ચાર્ટ ફક્ત કુલ હાજર સંખ્યાની માહિતી સ્તંભઆલેખ દ્વારા પ્રદર્શિત કરે છે. આલેખના સ્તંભ પર  પોઇન્ટર લઇ જતા તેની માહિતી દેખાશે. આ ચાર્ટ ફક્ત માહિતી વિશ્લેષણ માટે જ છે.

૫. સરાસરી કેલ્ક્યૂલેટર

મેનુમાં આપેલ સમયગાળાના તારીખ નાબોક્ષમાં સમયગાળો સેટ કરો. “સરાસરી મેળવો” બટન ક્લિક કરતા સાઇડ પેનલ બહાર આવશે જેમાં દિવસોની તારીજ તથા હાજર સંખ્યાની સરાસરીની ગણતરી દેખાશે.

પ્રિન્ટ

Created with the Personal Edition of HelpNDoc: Free CHM Help documentation generator