Rojmel ane Khatavahi

Parent Previous Next

રોજમેળ મોડ્યૂલ

રોજમેળ મોડ્યૂલ ઓપન કરતા આપને રોજમેળ ડાયલોગબોક્ષ દેખાશે. જેમાં તમામ રોજમેળનું લિસ્ટ અને તારીજ દેખાશે. અહિ નવો રોજમેળ ઉમેરવો, નામ બદલવું કે રોજમેળ દૂર કરી શકશો. લિસ્ટમાંથી રોજમેળ સિલેક્ટ કરી 'રોજમેળ ટ્રાન્ઝેક્શન અન ખાતાવહી' બટન ક્લિક કરી તેમાં ખાતા અને ટ્રાન્ઝેક્શન ઉમેરી શકશો.

ઉપયોગિતા

આ મોડ્યૂલ શાળામાં થતી રોજિંદી નાણાંકિય લેવડ દેવડનો રોજમેળ નિભાવવા ખૂબ જ ઉપયોગી છે. ગ્રાન્ટોની આવક અને ખર્ચની વિગતો અહિં નોંધો. આ માહિતીના આધારે રોજમેળ તથા ખાતાવહી પ્રિન્ટ કરી શકશો. ખર્ચ અંગેનો કાચો હિસાબ રાખવા માટે પણ આપ અલગ રોજમેળ નિભાવી શકો છો.

સંચાલનની રીત

રોજમેળ ટ્રાન્ઝેક્શન મોડ્યૂલ


રોજમેળ ટ્રાન્ઝેક્શન અને ખાતાવહી ઓપન કરતા ઉપર મુજબ સ્ક્રીન દેખાશે. આ મોડ્યૂલમાં ઉપર બે ટેબ છે. જેના દ્વારા ખાતાવહી અને ટ્રાન્ઝેક્શનની અલગ અલગ સ્ક્રીન દેખાશે.

ખાતાવહી સ્ક્રીનમાં ફક્ત ખાતા ઉમેરી શકશો. જેમાં ત્રણ પ્રકારના ખાતા રોકડ, બેંક ખાતુ અન અન્ય ગ્રાન્ટ ખાતુ બનાવી શકશો. દરેક રોજમેળ માટે એક રોકડ અને એક બેંક ખાતુ અવશ્ય ઉમેરવું. જરૂર મુજબ અન્ય ગ્રાન્ટ માટેના ખાતા ઉમેરવા. ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી રોજમેળ ટ્રાન્ઝેક્શન ટેબમાં કરવી.

ટ્રાન્ઝેક્શન સ્ક્રીનમાં આપ છ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશો. આવક, જાવક, બેંકમાંથી ઉપાડ, બેંકમાં જમા, ઉઘડતી સિલક અને ગ્રાન્ટ પરત. દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે મેનુ પરથી બટન ક્લિક કરો. લિસ્ટમાં એન્ટ્રીના પ્રકાર પ્રમાણે એન્ટ્રીનો રંગ દેખાશે. સ્ક્રીનની નીચે રોજમેળની તારીજ દેખાશે જે જ્યારે સુધારા સંગ્રહિત કરશો ત્યારે અપડેટ થશે.

જાવક એન્ટ્રી કરી વખતે ચેક નંબર અને બીલ નંબર બીલ રજીસ્ટર અને ચેક ઇસ્યુ રજીસ્ટરના લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું છે. જો હજી બીલ કે ચેકની એન્ટ્રી જે તે રજીસ્ટરમાં ન થયેલી હોય તો લિસ્ટના છેડે રહેલ + ની નિશાની ક્લિક કરીને એન્ટ્રી ઉમેરી શકશો.


Created with the Personal Edition of HelpNDoc: Free HTML Help documentation generator