Pustak Register

Parent Previous Next

પુસ્તક રજીસ્ટર મોડ્યૂલ  

ઉપયોગિતા

આ મોડ્યૂલ દ્વારા શાળાના પુસ્તકાલયના પુસ્તકોની માહિતીનો સંગ્રહ કરી શકશો. આ માહિતી પુસ્તક ઇસ્યુ રજીસ્ટરમાં ઉપયોગમાં આવશે. ઉપરાંત ઉપલબ્ધ પુસ્તકો અને પુસ્તકની સ્થિતિ અંગેની માહિતી નિભાવી શકશો. પુસ્તકાલયમાંથી તાત્કાલિક પુસ્તક શોધી શકશો. જરૂરિયાત મુજબ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરી શકશો તેમજ પુસ્તકની ઓળખ સરળતાથી થાય તે માટે લેબલ પ્રિન્ટ કરી શકશો.

સંચાલનની રીત

માહિતી તાજી કરો- માહિતી તાજી કરવા આ બટન ક્લિક કરો.

પુસ્તક ઉમેરો- પુસ્તકની નવી એન્ટ્રી ઉમેરવા આ બટન ક્લિક કરતા એન્ટ્રી એડિટર સક્રિય થશે. તેમાં પુસ્તકની માહિતી ઉમેરો. નવી કેટેગરી ઉમેરવા માટે કેટેગરી બોક્ષને છેડે + બટન ક્લિક કરતા નીચે મુજબ કેટેગરી લિસ્ટ દેખાશે જેમાં આપ કૈટેગરી ઉમેરી કે દૂર કરી શકશો.

પુસ્તક દૂર કરો- પુસ્તકની એન્ટ્રી દૂર કરવા આ બટન ક્લિક કરો.

સુધારા કરો- પુસ્તકની માહિતી સુધારવા આ બટન ક્લિક કરતા એડિટર સક્રિય થાય છે.

સંગ્રહિત કરો- વિગતોમાં કરેલ સુધારા સંગ્રહિત કરવા આ બટન ક્લિક કરો.

બધા લેબલ પ્રિન્ટ કરો- પુસ્તકની માહિતીના આધારે તમામ પુસ્તકના લેબલ એકસાથે પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

સિલેક્ટેડ લેબલ પ્રિન્ટ કરો- સિલેક્ટેડ પુસ્તકના લેબલ પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. પ્રિન્ટ માટે પુસ્તક સિલેક્ટ કરવા કોષ્ટકમાં પ્રથમ કોલમ પ્રિન્ટ સિલેક્શન માટે આપેલ છે. તેમાં ટીકમાર્ક કરી સિલેક્ટ કરો. લિસ્ટમા દેખાતા બધા પુસ્તકો સિલેક્ટ કરવા પ્રિન્ટ સિલેક્શનના કોલમના મથાળા પર જમણી ક્લિક કરી “બધા પસંદ કરો” કે “બધા નાપસંદ કરો” માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સિલેક્ટેડ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરો- સિલેક્ટેડ પુસ્તકની યાદી પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. પ્રિન્ટ માટે પુસ્તક સિલેક્ટ કરવા કોષ્ટકમાં પ્રથમ કોલમ પ્રિન્ટ સિલેક્શન માટે આપેલ છે. તેમાં ટીકમાર્ક કરી સિલેક્ટ કરો. લિસ્ટમા દેખાતા બધા પુસ્તકો સિલેક્ટ કરવા પ્રિન્ટ સિલેક્શનના કોલમના મથાળા પર જમણી ક્લિક કરી “બધા પસંદ કરો” કે “બધા નાપસંદ કરો” માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

બધા પુસ્તકોની યાદી પ્રિન્ટ કરો- બધા પુસ્તકની યાદી પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

ઉપલબ્ધ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરો- ઉપલબ્ધ પુસ્તકની યાદી પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

હાલ ઇસ્યુ થયેલ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરો- હાલ ઇસ્યુ થયેલ પુસ્તકની યાદી પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

કોષ્ટક પ્રિન્ટ કરો- કોઇ ચોક્કસ પુસ્તકો કે કોલમ સાથેની યાદી પ્રિન્ટ કરવી હોય ત્યારે કોષ્ટકમાં તે અનુસાર ફિલ્ટર કે સોર્ટીંગ કરી તેમજ કોલમ દૂર કરી કે ક્રમ બદલાવી સીધુ જ કોષ્ટક પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

Created with the Personal Edition of HelpNDoc: Free EPub and documentation generator