Pustak Issue Register

Parent Previous Next

પુસ્તક ઇસ્યુ રજીસ્ટર મોડ્યૂલ  

ઉપયોગિતા

આ મોડ્યૂલ દ્વારા શાળાના પુસ્તકાલયના પુસ્તકોનું ઇસ્યુ રજીસ્ટર નિભાવે છે. બાળકોને પુસ્તક ઇસ્યુ કરતી વખતે અત્યંત સરળતાથી અને ઝડપથી તેની એન્ટ્રી નોંધી શકાય છે. ક્યું પુસ્તક હાલ કોની પાસે છે કે કોઇ વિદ્યાર્થીએ કેટલા પુસ્તકો વાંચ્યા છે તેની વિગતો જાણી શકાય છે. ઉપરાંત માસવાર અને ધોરણવાર ઇસ્યુ રજીસ્ટરને પ્રિન્ટ કરી શકાય છે.

સંચાલનની રીત

માહિતી તાજી કરો- માહિતી તાજી કરવા આ બટન ક્લિક કરો.

પુસ્તક ઇસ્યુ કરો- પુસ્તક ઇસ્યુ કરવા માટે સૌપ્રથમ પુસ્તક અને વિદ્યાર્થી સિલેક્ટ કરો. પુસ્તક સિલેક્ટ કરવા આપ પુસ્તકનો નંબર કે નામ ટાઇપ કરશો એટલે તે મુજબ પુસ્તકનું લિસ્ટ ફિલ્ટર થશે. આમ પુસ્તક તુરન્ત શોધી શકશો. તેવી જ રીતે વિદ્યાર્થી સિલેક્ટ કરવા તેનુ નામ ટાઇપ કરવાનું શરૂ કરતા લિસ્ટ દેખાશે તમાંથી સિલેક્ટ કરો. બેને સિલેક્ટ કર્યા બાદ મેનુમાંથી “પુસ્તક ઇસ્યુ કરો” બટન ક્લિક કરતા એન્ટ્રી ઉમેરાશે. આ એન્ટ્રીનો રંગ લાલ હોય છે. પુસ્તક રજીસ્ટરમાં આ પૂસ્તકની સ્થિતિ બદલાઇને “ઇસ્યુ કરેલ” થઇ જશે.

નોંધઃ જો પુસ્તક ઉપલબ્ધ નહિ હોય તો આપ ઇસ્યુ કરી શકશો નહી. પુસ્તકના લિસ્ટમાં ફક્ત ઉપલબ્ધ પુસ્તકો જ દેખાશે.

પુસ્તક પરત કરો- પુસ્તક પરત નોંધવા માટે જે પુસ્તક પરત આવે છે તે સિલેક્ટ કરો. એન્ટ્રી શોધવા માટે ફિલ્ટર પેનલમાં વિદ્યાર્થીનું નામ લખતા તે વિદ્યાર્થીની વિગતો દેખાશે. તેમાંથી જે પુસ્તક પરત કરવાનું છે તે સિલેક્ટ કરી મેનુમાંથી “પુસ્તક પરત કરો” બટન ક્લિક કરતા પુસ્તકની નોંધ થાય છે. આ એન્ટ્રીનો રંગ લીલો થઇ જાય છે. પુસ્તક રજીસ્ટરમાં પુસ્તક ઉપલબ્ધ સ્થિતિમાં આવી જાય છે.

એન્ટ્રી દૂર કરો- પુસ્તકની એન્ટ્રી દૂર કરવા એન્ટ્રી સિલેક્ટ કરી આ બટન ક્લિક કરો. એકસાથે એક કરતા વધારે એન્ટ્રી સિલેક્ટ કરી દૂર કરી શકશો.

સુધારા કરો કરો- પુસ્તકની એન્ટ્રીમાં સુધારા કરવા માટે આ બટન ક્લિક કરો. આપ ફક્ત ઇસ્યુ અને પરત કર્યા તારીખ તેમજ નોંધની વિગતો ફેરફાર કરી શકશો.

સંગ્રહિત કરો- વિગતોમાં કરેલ સુધારા સંગ્રહિત કરવા આ બટન ક્લિક કરો.

પુસ્તક ઇસ્યુ રજીસ્ટર પ્રિન્ટ કરો- તમામ એન્ટ્રી માટે પુસ્તક ઇસ્યુ રજીસ્ટરને પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

સિલેક્ટેડ એન્ટ્રી પ્રિન્ટ કરો- તમામ એન્ટ્રી માટે પુસ્તક ઇસ્યુ રજીસ્ટરને પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. પ્રિન્ટ માટે એન્ટ્રી સિલેક્ટ કરવા કોષ્ટકમાં પ્રથમ કોલમ પ્રિન્ટ સિલેક્શન માટે આપેલ છે. તેમાં ટીકમાર્ક કરી સિલેક્ટ કરો. લિસ્ટમા દેખાતી બધી એન્ટ્રી સિલેક્ટ કરવા પ્રિન્ટ સિલેક્શનના કોલમના મથાળા પર જમણી ક્લિક કરી “બધા પસંદ કરો” કે “બધા નાપસંદ કરો” માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો ધોરણ પ્રમાણે કે સમયગાળા મુજબ પ્રિન્ટ કરવા માગતા હો તો આ રીનો ઉપયોગ કરવો.

કોષ્ટક પ્રિન્ટ કરો- કોઇ ચોક્કસ એન્ટ્રી કે કોલમ સાથેની યાદી પ્રિન્ટ કરવી હોય ત્યારે કોષ્ટકમાં તે અનુસાર ફિલ્ટર કે સોર્ટીંગ કરી તેમજ કોલમ દૂર કરી કે ક્રમ બદલાવી સીધુ જ કોષ્ટક પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. જો ધોરણ પ્રમાણે કે સમયગાળા મુજબ પ્રિન્ટ કરવા માગતા હો તો આ રીનો ઉપયોગ કરવો.

Created with the Personal Edition of HelpNDoc: Easily create iPhone documentation