Hajari Patrak

Parent Previous Next

વિદ્યાર્થી હાજરીપત્રક મોડ્યૂલ

ઉપરોક્ત રોજમેળ મોડ્યૂની સ્ક્રિનને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

  1. મેનુ
  2. માસનું લિસ્ટ
  3. હાજરીપત્રક એડિટર

ઉપયોગિતા

આ મોડ્યૂલ વિદ્યાર્થીઓના હાજરીપત્રક નિભાવે છે. માસ પ્રમાણે હાજરીપત્રકો ઉમેરી તેમાં ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓના નામો ઉમેરી શકાય છે. આ પત્રકની કોરી પ્રિન્ટ કરી ઉપયોગમાં લઇ શકશો અથવા કમ્પ્યૂટરમાં જ હાજરી નોંધી માસને અંતે હાજરીપત્રક પ્રિન્ટ કરી શકશો.

નોંધઃ તમામ ધોરણના હાજરીપત્રક એકજ કોષ્ટકમાં આપેલ છે. પરંતુ તેને વર્ગ પ્રમાણે અલગ અલગ પ્રિન્ટ કરી શકાય છે.

સંચાલનની રીત

શૈક્ષણિક વર્ષ ફિલ્ટર- જે તે શૈક્ષણિક વર્ષના હાજરીપત્રકો જોવા શૈક્ષણિક વર્ષ સિલેક્ટ કરતા તે શૈક્ષણિક વર્ષના ઉમેરેલા હાજરીપત્રકો માસના લિસ્ટમાં દેખાશે.

માહિતી તાજી કરો- માહિતી તાજી કરવા આ બટન ક્લિક કરો. આ મોડ્યૂલ ઓપન હોય તે દરમિયાન વયપત્રકમાં થયેલા સુધારા આ મોડ્યૂલમાં અપડેટ કરવા આ બટન ક્લિક કરવું.

હાજરીપત્રક ઉમરો- નવુ હાજરીપત્રક ઉમેરવા માટે આ બટન ક્લિક કરતા માસ સિલેક્ટ કરવા માટે નીચે મુજબ ડાયલોગબોક્ષ દેખાશે.

માસ અને વર્ષ સિલેક્ટ કરી ઉમેરો બટન ક્લિક કરતા નવું હાજરીપત્રક ઉમેરાશે. આ હાજરીપત્રક સિલેક્ટ કરતા તેમાં નામ જોવા નહી મળે.

હાજરીપત્રક દૂર કરો- હાજરીપત્રક દૂર કરવા માટે આ બટન ક્લિક કરતા હાજરીપત્રક અને તેની સાથે તેમાંના તમામ નામોની વિગતો દૂર થશે.

વયપત્રકમાંથી નામ ઉમેરો- વયપત્રકમાંથી નામ સિલેક્ટ કરીને ઉમેરવા માટે આ બટન ક્લિક કરતા નીચે મુજબ ડાયલોગબોક્ષ દેખાશે.

જે નામ ઉમેરવા છે તે સિલક્ટ કરવા વયપત્રકના નામોના લિસ્ટમાં નામ ડબલ ક્લિક કરો અથવા લિસ્ટમાંથી નામો સિલેક્ટ કરી + બટન ક્લિક કરતા નામો સિલેક્ટેડ નામોના લિસ્ટમાં ઉમેરાશે. નીચેના ભાગમાં ધોરણ અને વર્ગના વિકલ્પ પસંદ કરી નામોને હાજરીપત્રકમાં ઉમેરો.

નોંધઃ કોઇ ખાસ કારણ હોય તો જ નામ ઉમેરવા માટે આ વિકલ્પ પસંદ કરવો. સામાન્ય રીતે પ્રોફાઇલમાંથી નામો ઉમેરવા ખૂબ જ સરળ પડશે.

વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમરો- હાજરીપત્રકમાં નામ ઉમેરવા માટેનો આ સરળ વિકલ્પ છે. આ બટન ક્લિક કરતા નીચે મુજબ મેસેઝ દેખાશે.

Yes ક્લિક કરતા નીચે મુજબ મેસેઝ દેખાશે.

નામ દૂર કરો- હાજરીપત્રકમાંથી નામ દૂર કરવા આ બટન ક્લિક કરો.

સુધારા કરો- હાજરીપત્રકમાં હાજરી નોંધવા કે અન્ય સુધારા માટે આ બટન ક્લિક કરતા એડિટર સક્રિય થશે.

માહિતી સંગ્રહિત કરો- હાજરીપત્રકમાં નોંધેલ સુધારા સંગ્રહ કરવા આ બટન ક્લિક કરો.

કુલ હાજરી કોપી કરો- આગળના માસના હાજરીપત્રકમાંથી હાજરીના કુલ આંકડાં કોપી કરવા આગળનું હાજરીપત્રક સિલેક્ટ કરી આ બટન ક્લિક કરો. આમ કરતા “કુલ હાજરી પેસ્ટ કરો” બટન સક્રિય થશે.

કુલ હાજરી પેસ્ટ કરો- આગળના માસના હાજરીપત્રકમાંથી હાજરીના કુલ આંકડાં કોપી કરવા આગળના હાજરીપત્રકમાંથી કોપી કરેલ આંકડા જે તે હાજરીપત્રકમાં મૂકવા આ બટન ક્લિક કરો.

હાજરીપત્રક પ્રિન્ટ- હાજરીપત્રક પ્રિન્ટ કરવા માટે આ બટન ક્લિક કરો. Parameters ના વિકલ્પો સેટ કરી આપ વર્ગવાઇઝ હાજરીપત્રક પ્રિન્ટ કરી શકશો.

જાતિવાર હાજરીપત્રક પ્રિન્ટ- જાતિવાર જૂથ પ્રમાણેનું હાજરીપત્રક પ્રિન્ટ કરવા માટે આ બટન ક્લિક કરો. Parameters ના વિકલ્પો સેટ કરી આપ વર્ગવાઇઝ હાજરીપત્રક પ્રિન્ટ કરી શકશો.

Created with the Personal Edition of HelpNDoc: Free EBook and documentation generator