About Unicode Font

Parent Previous Next

યુનિકોડ ફોન્ટ્સ શું છે ?

યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કી છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.

યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.

શ્રુતિ ફોન્ટ શું છે ?

શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાષાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે; ગુજરાતી ભાષા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાષા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Produce Kindle eBooks easily