Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115825 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21483 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19544 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in


Naresh Dhakecha

Naresh Dhakecha

શિક્ષક મિત્રો, અહિં એક નમૂનારૂપ સેલરીબુક આપી છે. આ સેલરીબુકમાં દરેક હિસાબી વર્ષ માટે અલગ-અલગ શીટ આપેલ છે. આ નમૂનામાં 2002ના વર્ષથી અત્યાર સુધીના આંકડા છે. આગળના વર્ષ માટે શીટ કોપી કરી લો. હિસાબી વર્ષના અંતે આ શીટની પ્રિન્ટ કરી ઇન્કમટેક્ષ ફોર્મ સાથે પણ જોડી શકાશે. આ પ્રમાણે નોકરીના સમગ્ર કાર્યકાળનો રેકોર્ડ આ એક ફાઇલમાં રાખી શકાય. 

વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.

 

શિક્ષકમિત્રો, અહિં આપને તારીખની ગણતરી કરવામાં ઉપયોગી બને તે માટે ગણનયંત્ર આપવામાં આવ્યું છે. આ Excel ફાઇલ આપને બે તારીખ વચ્ચેનો સમયગાળો વર્ષ, માસ અને દિવસમાં ગણી આપશે. આ ગણનયંત્રનો ઉપયોગ બાળકોની ઉંમર, શિક્ષકોની નોકરીનો સમયગાળો, BLOને મતદારોની ઉંમર વગેરે ગણવામાં મદદરૂપ બનશે.

અંગ્રેજીમાં શબ્દ ભંડોળ વધારવા અને દ્રઢીકરણ કરાવવા માટે અહિં એક ગેમ આપી છે. આ ગેમ ગમ્મત સાથે અંગ્રેજી શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે. આ ગેમમાં અગાઉથી ઉમેરેલા સ્પેલિંગમાંથી એક સ્પેલિંગ સ્ક્રીન પર લેખાશે. પરંતુ મૂળાક્ષરને બદલે ‘?’ નિશાની હશે. તેની નીચે અંગ્રેજો મૂળાક્ષરોના બટન આપેલ હશે. આમાંથી મૂળાક્ષરના બટન પર ક્લિક કરતા, જો તે મૂળાક્ષર ઉપરના સ્પેલિંગમાં આવતો હશે તો દેખાશે. નહિતર આપનો પ્રયત્ન ખાલી ગયો ગણાશે. આમ નિર્ધારિત પ્રયત્નોમાં સ્પેલિંગ ઓળખવાનો રહેશે.

મિત્રો, આપને શૈક્ષણિક કાર્ય બાદ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી બને તેવી સામગ્રી અહી આપેલ છે. આ મૂલ્યાંકન સામગ્રીનો ઉપયોગ કરો અને શિક્ષણકાર્યને રસપ્રદ બનાવો. આપની પાસે કોઇ વિશિષ્ટ પદ્ધત્તિ કે સામગ્રી હોય તો જરૂરથી મોકલજો.

મિત્રો, અહિં મારી શાળાની અનુકુળતા મુજબ ધોરણ-6 થી 8 માં ત્રણ શિક્ષકો માટે સમયપત્રક બનાવેલ છે. જો આપની શાળા માટે અનુકુળતા હોય તો તેનો ઉપયોગ કરી શકશો અથવા તેમાં થોડા ફેરફારો કરી સમયપત્રક બનાવી શકશો. ફક્ત OFFICE  શીટમાં વિષયો અને શિક્ષકોની ગોઠવણી આપની અનુકુળતા મુજબ કરવાની છે. ધોરણના સમયપત્રકો આપમેળે તૈયાર થશે. અંતે શિક્ષકો માટેના સમયપત્રકો આપે બનાવવાના રહેશે.

માસિક પત્રક

મિત્રો, અહિં માસિકપત્રકના નમૂનાઓ આપેલા છે. દરેક જિલ્લામાં આ ફોર્મેટ અલગ-અલગ હોવાથી અમૂક જિલ્લાના ફોર્મેટ અન્ય શિક્ષક મિત્રો પાસેથી પ્રાપ્ત થયા છે તે રજૂ કરું છું. આપના જિલ્લાના ફોર્મેટમાં જો ફેરફાર હોય તો આપ તેનો નમૂનો મોકલશો. જેથી તેને અન્ય સુધી પહોંચી શકે. 

માસવાર પાઠ આયોજન

મિત્રો, અહિં માસવાર પાઠ આયોજનના રેડી-ટુ-પ્રિન્ટ ફોર્મેટ આપેલ છે. આયોજન મે મારી અનુકુળતા મુજબ તૈયાર કરેલ છે. આપને ફેરફારની જરૂર લાગે ત્યાં ફેરફાર કરી શકશો. આ ફોર્મેટને Legal પેપર પર પ્રિન્ટ કરો. સાથે કેટલાક PDF ફોર્મેટમાં અન્ય શિક્ષકો પાસેથી પ્રાપ્ત થયેલા આયોજન આપેલ છે.

 

શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન

 શિક્ષકમિત્રો, SCE 2015-16 શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનો Excelમાં તૈયાર કરેલ ઓટોમેટેડ સોફ્ટવેર છે. જેના દ્વારા આપ ખૂબ જ સરળતાથી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકશો અને આપનો કિંમતી સમય બચાવીને શૈક્ષણિક કાર્યમાં વધુ સમય આપી શકશો. SchoolPro વાપરતા શિક્ષકમિત્રો પણ હવે આ સોફ્ટવેરમાં ડેટાએન્ટ્રી કરીને વર્ષાંતે સરળતાથી SchoolProમાં માહિતી કોપી કરીને સંગ્રહી શકશે

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે અહિં કેટલાક જાતે બનાવી શકાય તેવા પ્રોજેક્ટ આપેલા છે. આ પ્રોજેક્ટ સૌપ્રથમ આપ બનાવી જુઓ અને ત્યારબાદ બાળકો પાસે બનાવડાવો. 

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%France 0%
Germany 0%Kuwait 0%
Austria 0%China 0%

Today: 32
Yesterday: 34
This Week: 381
Last Week: 579
This Month: 1395
Last Month: 8775
Total: 42837