સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ “લશ્કર” કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી.
શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા હતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક યોજનાની રમત હોઈ, રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો મૂળભૂત હેતુ હતો.
ચેસના ફાયદાઓ :-
આ રમતથી એકાગ્રતા, મનોબળ, દૂરંદેશી, ધીરજ, ખેલદીલી જેવા ગુણોને વિકાસ થાય છે. તેમજ કોઈ તનાવ હોય તો દૂર થાય છે. ચેસ રમતા નાનાં બાળકોનો અભ્યાસ ક્ષેત્રે પણ અન્યોની તુલનામાં સારો દેખાવ થતો હોઈ, ગુજરાત રાજ્યમાં ચેસને સ્કૂલ દાખલ કરાયેલ છે. આર્થિક રીતે ખૂબ જ બિન ખર્ચાળ આ રમત સમાજનો કોઈપણ વર્ગ રમી શકે છે.
ચેસના નિયમોની સામાન્ય જાણકારી :-
દરેક પ્લેયર 16 મ્હોરાંથી શરૂઆત કરે છે. જેમાં 1 રાજા, 1 રાણી, 2 ઊંટ, 2 ઘોડા, 2 હાથી અને 8 સૈનિકો હોય છે. એક પ્લેયર સફેદ મ્હોરાં રાખે છે જ્યારે બીજો કાળાં મ્હોરાં રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મ્હોરાં ધરાવનારે જ કરવાની હોય છે.
રમકડાંની ચાલ :
રાજા:- કોઈકપણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કાસલીગમાં મૂળ જગ્યાએથી એક પણ ચાલ ન કરી હોય તો, ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.
રાણીઃ- ગમે તે દિશામાં ચોતરફ અગણિત ડગલાં ચાલી શકે છે.
હાથીઃ- ફક્ત સીધી લાઈનમાં જ ચોતરફ અગણિત ડગલાં ચાલી શકે છે.
ઊંટઃ- ફક્ત ત્રાંસમાં જ સફેદ/કાળા ખાનામાં ચોતરફ અગણિત ડગલાં ચાલી શકે છે
ઘોડોઃ- ચોતરફ, ફક્ત અઢી ડગલાં ચાલી શકે છે. જેમાંથી પ્રથમ બે ડગલાં ફક્ત સીધાઈમાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું રહે છે તે કોઈપણ ની ઉપરથી કુદકો મારીને પોતાની ચાલ કરી શકે છે.
સૈનિકઃ- ફક્ત સિધાઈમાં જ એક જ ડગલું ચાલી શકે છે.
જ્યારે રાજાને ચેક આપવામાં આવ્યો હોય અને તેને ચાલવાના તમામ ખાનાંમાં ચેક મળતો હોય ત્યારે રાજા પકડાઈ ગયેલો ગણાશે અને રમત પૂરી થયેલી જાહેર થશે.
ઓનલાઇન ચેસ
હવે આપ આપના મિત્રો સાથે તેનાથી દૂર રહીને પણ ઓનલાઇન ચેસ રમી શકો છો. ઓનલાઇન ચેસ રમવાનો બીજો ફાયદો એ છે કે આપ ભૂલથી પણ ખોટી ચાલ ચાલી નહી શકો. જેથી સાચા નિયમોથી જાણકાર થશો. જે માટે કેટલીક લીંક અહિં આપેલ છે.
Chess On Facebook - આપ ફેસબુક પર તમારા ફેસબુક મિત્રો સાથે અથવા અન્ય સાથે લાઇવ ચેસ રમી શકો છો.
Gameknot.com - આ વેબસાઇટ ખાસ ઓનલાઇન ચેસની રમત માટે છે. અહિં એક જ સમયે આખી રમત પૂરી કરવી જરૂરી નથી. આપને સમય મળે ત્યારે આપની ચાલ ચાલી શકો છો. એકસાથે ઘણી બાજી શરૂ કરી શકો છો. ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકો છો.