એપની વિશેષતા
- સંપૂર્ણ ગુજરાતી ઇન્ટરફેસ
- વર્ગવાર વિદ્યાર્થીની માહિતી
- એકથી વધુ વર્ગોની હાજરી નિભાવી શકશો.
- વિદ્યાર્થીના નામ અને વિગતો Excel ફાઇલમાંથી ઇમ્પોર્ટ કરી શકશો.
- દરરોજ ફક્ત ક્લિક કરીને ગેરહાજર વિદ્યાર્થીની નોંધ કરવાની રહેશે.
- દૈનિક જાતવાર રજીસ્ટર સંખ્યા અને હાજર સંખ્યા
- માસવાર વિદ્યાર્થીની હાજરી ગ્રાફ સાથે
- માસવાર કામના દિવસો, સરાસરી અને હાજરીની ટકાવારી
- વિદ્યાર્થીની વાર્ષિક કુલ હાજરી/કામના દિવસો ગ્રાફ સાથે
- વિદ્યાર્થીના લિસ્ટમાંથી સંપર્ક નંબર ડાયલ કે મેસેજની સવલત
- માસવાર હાજરીપત્રકનું Excel ફાઇલમાં આઉટપુટ
Update 2.1 on 06-07-2015
- ગુજરાતી સપોર્ટ ન ધરાવતા ફોનમાં અમુક લેબલ ગુજરાતીમાં નહોતા દેખાતા તે સુધારો કરાયો.
- Excel શીટમાંથી નામ ઇમ્પોર્ટ થવામાં પ્રોબ્લેમ થતો હતો. તે સુધારીને નવી શીટ મૂકી છે.
Update 3.0 on 13-07-2015
- ઇન્ટરફેસનો દેખાવ બદલાયો.
- કેટલિક ભૂલો સુધારાઇ.
Download Hajripatrak 3 - Android (1851 Downlaods) File - apk(Android) Size - 4.40 MB (Devloped By NARESH DHAKECHA)
ઉપયોગ કેવી રીતે કરશો?
સૌપ્રથમ વર્ગ અને વિદ્યાર્થીની માહિતી ઉમેરો. વિદ્યાર્થીની માહિતી ફોન પર અથવા કમ્પ્યૂટર પર Excel ફાઇલ બનાવી તમાંથી માહિતી મેળવી શકશો.
દરરોજની હાજરી નોંધવી. શૈ.વર્ષની શરૂઆતથી અત્યાર સુધીની હાજરીની વિગતો પણ ઉમેરી લેવી જેથી એકંદર આંકડા પણ જળવાય.
જરૂર જણાય ત્યારે જુદાજુદા પ્રકારના ડેટા જેમ કે માસવાર ટકાવારી, દૈનિક જાતવાર હાજરી, સરાસરી હાજરી, જે તે દિવસની રજી. સંખ્યા, કામના દિવસો, વાર્ષિક કામના દિવસો અને હાજરી જેવી વિગતો મેળવી શકશો.