Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116793 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21774 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82968 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19817 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



SchoolProની માહિતીનું બેકઅપ લેવું તેમજ ડેટાબેઝ બીજા કમ્પ્યૂટરમાં લઇ જવી.

Rate this item
(1 Vote)
Written by  Published in: SchoolPro સહાયતા

ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર

જ્યારે આપ શાળાની ખૂબ જ અગત્યની માહિતી કમ્પ્યૂટરમાં ઉમેરો છો ત્યારે આ માહિતી કમ્પ્યૂટરમાં આવેલ ખામીને લીધે કરપ્ટ થાય કે માહિતી દૂર થઇ જાય ત્યારે મુશ્કેલી પડે છે. આ માટે સમયાંતરે માહિતીની ડેટાબેઝનું બેકઅપ રાખવું હિતાવહ છે. બેકઅપ માટે નીચેના સ્ટેપ અનુસરો

ડેટાબેઝ બેકઅપ કેવી રીતે લેશો?

$1·         સેટિંગ મેનુટેબ હેઠળ “ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર” પર ક્લિક કરો.

backup

$

$1·         "ડેટાબેઝ બેકઅપ" બટન ક્લિક કરતા ડેટાબેઝ ફોલ્ડરમાં ઓટોમેટિક કોપી થશે. ડેટાબેઝના નામ પાછળ તારીખ અને સમય લગાડી રીનેમ થયેલી જોવા મળશે.

$1·         ડેટાબેઝ ફોલ્ડર ખોલવા માટે "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે. આ ફોલ્ડરમાં બેકઅપ થયેલી ફાઇલો તથા ચાલુ ડેટાબેઝ SchoolPro.accdb જોવા મળશે.

$1·         કોપી થયેલ ડેટાબેઝને આપ અન્ય જગ્યાએ અથવા CD કે DVDમાં કોપી કરી રાખવી. કોઇ અગત્યની માહિતી અપડેટ કર્યા બાદ બેકઅપ લઇ લેવું હિતાવહ છે.

$1·         જો આપ બીજા કમ્પ્યૂટરમાં માહિતી લઇ જવા માગતા હો તો આ ફોલ્ડરમાંથી ફક્ત SchoolPro.accdb ફાઇલ પેનડ્રાઇવમાં લઇ લો.

ડેટાબેઝ રીસ્ટોર કેવી રીતે કરશો?

$1·         સેટિંગ મેનુટેબ હેઠળ “ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર” પર ક્લિક કરો.

$1·         ડેટાબેઝ રીસ્ટોર કરવા માટે જમણી બાજુના લિસ્ટમાંથી જે તારીખનું બેકઅપ રીસ્ટોર કરવું છે તે સિલેક્ટ કરો. "ડેટાબેઝ રીસ્ટોર કરો" બટન ક્લિક કરતા જુનુ બેકઅપ રીસ્ટોર થશે.

$1·         રીસ્ટોર થયેલ ડેટાબેઝ મુજબ ડેટા જોવા ખૂલેલી વિન્ડોની માહિતી તાજી કરો. જો ખૂબ જૂના બેકઅપ દૂર કરવા હોય તો "બેકઅપ દૂર કરો" બટન ક્લિક કરો.

$1·         જો કમ્પ્યૂટર ફોર્મેટ કર્યા પછી સોફ્ટવેર રી-ઇન્સ્ટોલ કરેલ હોય તો "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરી ફોલ્ડર ખોલો. હવે સોફ્ટવેર બંધ કરો.

$1·         આ ફોલ્ડરમાં રહેલ SchoolPro.accdb ફાઇલને રીનેમ કરી બીજુ નામ આપો.

$1·         અન્ય જગ્યાએ અથવા CD કે DVDમાં કોપી કરેલ બેકઅપ ફાઇલને ત્યાંથી કોપી કરી ડેટાબેઝ ફોલ્ડર(Data)માં પેસ્ટ કરો. જો પેસ્ટ કરેલ ફાઇલનું નામ SchoolPro ન હોય તો તેને રીનેમ કરી SchoolPro નામ આપો. નામ ટાઇપ કરતી વખતે ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખો. નહીતર સોફ્ટવેર ઓપન નહી થાય

$1·         હવે સોફ્ટવેર ઓપન કરતા બદલાવેલી ડેટાબેઝની માહિતી જોવા મળશે.

ડેડેટાબેઝ અન્ય કમ્પ્યૂટરમાં કેવી રીતે લઇ જશો?

 

$1·         "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે. આ ફોલ્ડરમાં બેકઅપ થયેલી ફાઇલો તથા ચાલુ ડેટાબેઝ SchoolPro.accdb જોવા મળશે.

$1·         જો આપ બીજા કમ્પ્યૂટરમાં માહિતી લઇ જવા માગતા હો તો આ ફોલ્ડરમાંથી ફક્ત SchoolPro.accdb ફાઇલ પેનડ્રાઇવમાં લઇ લો.

$1·         જે  કમ્પ્યૂટરમાં ઉમેરવા માગતા હો તેમાં પનડ્રાઇવ નાંખી તેમાંથી SchoolPro.accdb ફાઇલ કોપી કરો.

$1·         SchoolPro ઓપન કરો.

$1·         સેટિંગ મેનુટેબ હેઠળ “ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર” પર ક્લિક કરો.

$1·         "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે.

$1·         કોપી કરેલ ફાઇલ અહિં પેસ્ટ કરો. આ ફોલ્ડરમાં આ નામની એક ફાઇલ હોવાથી આપને Replace કરવા માટે પૂછશે, તેમાં Copy And Replace સિલેક્ટ કરી ફાઇલ પેસ્ટ કરો.

$1·         રીસ્ટોર થયેલ ડેટાબેઝ મુજબ ડેટા જોવા ખૂલેલી વિન્ડોની માહિતી તાજી કરો.

Read 5467 times Last modified on Thursday, 08 August 2013 21:18

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 54.2%Austria 0.4%
Serbia And Montenegro 16.1%United Kingdom 0.2%
Canada 11.6%France 0.2%
India 11.1%Kuwait 0.1%
Australia 5.2%Germany 0.1%

Today: 25
Yesterday: 40
This Week: 155
Last Week: 388
This Month: 1344
Last Month: 1503
Total: 29563