Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116807 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21776 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82982 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19821 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



SchoolPro વડે વિદ્યાર્થી ઓળખકાર્ડ કેવી રીતે બનાવશો?

Rate this item
(2 votes)
Written by  Published in: SchoolPro સહાયતા

ઓળખકાર્ડ બનાવવા આપને થોડી Photoshop વિશે માહિતી હોવી જરૂરી છે. કારણ કે આપે સૌપ્રથમ વિદ્યાર્થીના ફોટોગ્રાફ એડિટ કરી વિદ્યાર્થી પ્રોફાઇલમાં ઉમેરવાના છે. આ માટે તમામ વિદ્યાર્થીના ફોટોગ્રાફ ડીઝીટલ કેમેરા કે ફોન વડે પાડી લો.

ફોટોગ્રાફને પાસપોર્ટ સાઇઝમાં કાપી એડિટ કરવો.....

  • હવે દરેક ફોટોને પાસપોર્ટ સાઇઝમાં કાપવા માટે સૌપ્રથમ ફોટોની સાઇઝ નક્કી કરવી. સામાન્ય રીતે ફોટોગ્રાફની પ્રિન્ટ કરાવતી વખતે રીઝોલ્યુશન 300 ppi(પિક્સેલ પ્રતિ ઇંચ) રાખવામાં આવે છે. તેથી આ સેટિંગ મુજબ ફોટો બનાવીશું.
  • અત્યારે આપણે 1.25 ઇંચ X 1.75 ઇંચની સાઇઝ રાખીએ છીએ. આપ આપની રીતે આ સાઇઝમાં ફેરફાર કરી શકો. હવે તેને પિક્સેલમાં ફેરવવા બંને માપને 300 વડે ગુણતા 375 પિક્સેલ X 525 પિક્સેલની સાઇઝમાં ફોટો કાપવાનો છે.
  • ફોટોને ફોટોશોપમાં ઓપન કરો.
  • Snap24
  • ફોટો કાપવા માટે “C” દબાવી Crop ટૂલ સક્રિય કરી ઉપર ટૂલબારમાં Width માટે 375 px , Height માટે 525 px અને Resolution 300 pixels/inch સેટ કરો.

              Snap25

  • ફોટો પર કર્સર ડ્રેગ કરી ફોટાનો જેટલો ભાગ કાપવો છે તે દોરી Enter કી દબાવતા ફોટો કપાશે.

              Snap27

  • ફોટોમાં રંગ સુધારવા માટે Ctrl + L કી દબાવો. Levels સેટિંગમાં દેખાતા કાળા, ભૂરા અને સફેદ રંગના એરોને આગળ-પાછળ કરતા ફોટોના રંગમાં ફેરફાર થાય છે. યોગ્ય રંગ માટે ડાબી બાજુના કાળા અને જમણી બાજુના સફેદ એરોને જ્યાંથી ગ્રાફ ઉંચકવાનું શરૂ થાય છે ત્યાં સેટ કરો અને વચ્ચેના ભૂરા એરોને ગ્રાફની ટોચ પર સેટ કરો. આથી ફોટોની ઉજાશ વધશે.

            Snap28

  • હવે આ કાપેલ ફોટોને યોગ્ય નામ આપી JPEG તરીકે Save કરી લો. આ પ્રમાણે બધા વિદ્યાર્થી માટે પાસપોર્ટ ફોટો તૈયાર કરો.
  • SchoolProમાં આપ વયપત્રક, વિદ્યાર્થી પ્રોફાઇલ કે ઓળખકાર્ડ મોડ્યૂલમાંથી ગમે તેમાં વિદ્યાર્થીના ફોટો ઉમેરી શકશો. આ માટે “સુધારો કરો” બટન ક્લિક કરી ફોટોના બોક્ષ પર જમણી ક્લિક કરી Load સિલેક્ટ કરો. Open ડાયલોગબોક્ષમાંથી કાપેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરો. ફોટો ઉમેરાઇ જશે.

SchoolProમાં વિદ્યાર્થીના ફોટો ઉમેરવા.....

 

  • SchoolProમાં આપ વયપત્રક, વિદ્યાર્થી પ્રોફાઇલ કે ઓળખકાર્ડ મોડ્યૂલમાંથી ગમે તેમાં વિદ્યાર્થીના ફોટો ઉમેરી શકશો. આ માટે “સુધારો કરો” બટન ક્લિક કરી ફોટોના બોક્ષ પર જમણી ક્લિક કરી Load સિલેક્ટ કરો. Open ડાયલોગબોક્ષમાંથી કાપેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરો. ફોટો ઉમેરાઇ જશે.
  • Snap29
  • નોંધઃ ફોટો ડેટાબેઝમાં સંગ્રહ થતો હોવાથી જો ફોટાની સાઇઝ મોટી હશે તો ડેટાબેઝની સાઇઝ પણ ઝડપથી વધી જશે. જેથી અસર સોફ્ટવેરની સ્પીડ પર પડી શકે છે. તેથી ફોટની સાઇઝ બને તેટલી ઓછી રાખવી અને જૂના વિદ્યાર્થીના ફોટો દૂર કરી દેવા.

ઓળખકાર્ડ બનાવવા.....

  • ઓળખકાર્ડ બનાવવા માટે આપને પાંચ તૈયાર ડિઝાઇનઆપવામાં આવી છે. ઉપરાંત આપ ફોટોશોપ દ્વારા આપની મનપસંદ ડિઝાઇન તૈયાર કરી તેને બેકગ્રાઉન્ડમાં મૂકી શકશો.
  • શિક્ષક મેનુ હેઠળ વિદ્યાર્થી ઓળખકાર્ડ પર ક્લિક કરો.
  • ડાબી બાજુ વિદ્યાર્થી પ્રોફાઇલમાં સામેલ નામની ધોરણવાર યાદી છે. જે નામને સિલેક્ટ કરશો તેના ઓળખકાર્ડનું પ્રિવ્યું દેખાશે.

      Snap30

 

  • ડિઝાઇન સિલેક્ટ કરવા મેનુંમાંથી ડિઝાઇન વિભાગમાંથી ડિઝાઇન સિલેક્ટ કરતા પ્રિવ્યુ બદલાશે. જો આપ આ તૈયાર ડિઝાઇનનો ઉપયોગ કરવા માગતા હો તો સિલેક્ટ કરી પ્રિન્ટ માટેની ઇમેજ તૈયાર કરી લેવી. અને જો અન્ય ડિઝાઇન બનાવવા માગતા હો તો નીચેના સ્ટેપ અનુસરો.

            Snap31

  • SchoolProના ફોલ્ડરમાં આપલે ICARD_DESIGN 01 થી 05 ઇમેજમાંથી કોઇ એકને ફોટોશોપમાં ઓપન કરી તેમાં ફેરફાર કરી શકો.
  • નવી ડિઝાઇન બનાવવા માટે કેટલાક ટૂલ્સ આપેલા છે. જેનો ઉપયોગ નીચે પ્રમાણે કરી શકાશે.

          Snap32

  • સૌપ્રથમ જેટલી સાઇઝનું ઓળખકાર્ડ બનાવવું હોય તે સાઇઝની બેકગ્રાઉન્ડ ઇમેજ ફોટોશોપમાં તૈયાર કરો. દા.. જો આપે 4 x 2.5 ઇંચની સાઇઝના ઓળખકાર્ડ તૈયાર કરવા હોય તો સૌપ્રથમ સાઇઝની બેક્ગ્રાઉન્ડ ઇમેઝ ફોટોશોપ કે અન્ય ઇમેઝ એડિટર દ્વારા તૈયાર કરો. ઇમેઝને બેક્ગ્રાઉન્ડ તરીકે સેટ કરી અન્ય ડિઝાઇનના સેટિંગ કરો.

       Snap33

  • બેક્ગ્રાઉન્ડ:- બટન દ્વારા ઓળખકાર્ડનું બેક્ગ્રાઉન્ડ બદલી શકાય છે. બટન ક્લિક કરતા આપને બેક્ગ્રાઉન્ડ ઇમેઝ સિલેક્ટ કરવા માટે ઓપન ડાયલોગબોક્ષ દેખાશે. તમે તૈયાર કરેલી ઇમેઝ સિલેક્ટ કરતાં તે ઇમેઝ બેક્ગ્રાઉન્ડમાં સેટ થશે. ઓળખકાર્ડની સાઇઝ પણ બેક્ગ્રાઉન્ડ ઇમેઝ જેટલી રહેશે. આથી આપ જે સાઇઝનું ઓળખકાર્ડ તૈયાર કરવા માગતા હો તો સાઇઝની ઇમેઝ બેક્ગ્રાઉન્ડ તરીકે સેટ કરો.
  • વિગત નવી ડિઝાઇનમાં આપે નામ અને અન્ય વિગતો માટે જે સ્થાન નક્કી કર્યું હોય તે સ્થાને વિગતો ગોઠવવા ઓળખકાર્ડમાં સમાવિષ્ટ વિગતોનું લિસ્ટમાંથી જેના સ્થાનમાં ફેરફાર કરવો છે તે સિલેક્ટ કરો

 

  • સ્થાનમાંફેરફારઅહિં સંખ્યાનું લિસ્ટ આપેલ છે. વિગતોની લાઇનના સ્થાનમાં ફેરફાર કરતી વખતે લિસ્ટમાં સિલેક્ટ કરેલ પોઇન્ટ જેટલો સ્થાનમાં ફેરફાર થાય છે. જો આપ વિગતના સ્થાનમાં મોટો ફેરફાર કરવા ઇચ્છતા હો તો લિસ્ટમાં મોટી સંખ્યા સેટ કરો.
  • a બટન દ્વારા વિગતના સ્થાનમાં ફેરફાર કરી શકાય છે. વિગતના લિસ્ટમાં સિલેક્ટ કરેલ વિગત બટન ક્લિક કરતા સ્થાન બદલે છે.
  • b બટન દ્વારા ફોટાની સાઇઝ બદલી શકાય છે. બટનની અસર ફક્ત વિગતોના લિસ્ટમાં ફોટો સિલેક્ટ કરશો ત્યારે થશે.
  • cવિગતના અક્ષરોના કદમાં ફેરફાર કરવા બટનનો ઉપયોગ કરો.
  • dવિગતના અક્ષરોનો રંગ બદલવા માટે કલરબોક્ષનો ઉપયોગ કરો.
  • Show/Hideજો કોઇ વિગતની લાઇનને છુપાવવા કે દ્રશ્યમાન કરવા માટે બટનનો ઉપયોગ કરો.
  • Reset બટન ક્લિક કરતા વિગતોની તમામ લાઇનોના સ્થાન અને કદ રિસેટ થાય છે.
  • Save Settingઆપે ડિઝાઇનમાં કરેલા સેટિંગને કાયમી કરવા માટે બટન ક્લિક કરો. જો સેટિંગ કાયમી કર્યા વગર આપ બહાર નીકળશો તો આપે કરેલા સેટિંગ ફરી દેખાશે નહિ.

ફોટોપ્રિન્ટ માટે ઇમેજ તૈયાર કરવી....................

ઓળખકાર્ડની ફોટોપ્રિન્ટ બનાવવા ઇમેજ તૈયાર કરવા આપને ત્રણ વિકલ્પ આપેલ છે. આપ એક ઓળખકાર્ડની ઇમેજ બનાવી શકો છો, સિલેક્ટ કરેલા નામની અલગ-અલગ ઇમેજ તૈયાર કરી શકો કે સિલેક્ટ કરેલા નામની બધી ઇમેજને 12 x 8 ઇંચની શીટના સ્વરૂપમાં બનાવી શકો છો. જો આપે વિદ્યાર્થીની અલગ-અલગ ઇમેજ બનાવી હોય તો તેને જાતે ફોટોશોપ વડે 12 X 8 ઇંચની શીટમાં ગોઠવીને લેબમાં પ્રિન્ટ માટે આપવી કારણ કે આ સાઇઝની શીટના પ્રિન્ટનો ભાવ ઓછો હોય છે.

  • Create One બટન ક્લિક કરતા પ્રિવ્યુમાં દેખાતી ઓળખકાર્ડની એક ઇમેઝ તૈયાર થાય છે. જેને સંગ્રહ કરવા માટે Save As ડાયલોગબોક્ષ દેખાશે તેમાં નામ આપી સંગ્રહ કરો.
  • Create Selectedએક કરતા વધારે ઇમેઝ એકસાથે તૈયાર કરવા માટે વિદ્યાર્થીની યાદીમાં લાઇન સિલેક્ટ કરો. વધુ લાઇન સિલેક્ટ કરવા કંટ્રોલ કીને દબાવી રાખી લાઇન સિલેક્ટ કરો. ત્યારબાદ બટન ક્લિક કરતા Save As ડાયલોગબોક્ષ દેખાશે તેમાં નામ આપો. તમામ સિલેક્ટ કરેલા નામો માટે અલગ-અલગ ઇમેઝ તૈયાર થશે.
  • Create Sheetજો આપ ઓળખકાર્ડની ફોટો પ્રિન્ટ કરાવવા માગતા હો તો 8 x 12 ઇંચની ઇમેઝ શીટ બનાવવાનો વિકલ્પ પસંદ કરો. માટે આડી શીટ અને ઊભી શીટ એમ બે વિકલ્પો દેખાશે. કોઇપણ એક વિકલ્પ પસંદ કરતા Save As ડાયલોગબોક્ષ દેખાશે. તેમાં નામ આપતા સિલેક્ટ કરેલ તમામ નામો માટેના ઓળખકાર્ડ શીટમાં ગોઠવાશે. સિલેક્ટ કરેલા નામો મુજબ જરૂરી સંખ્યામાં શીટ બની જશે. શીટ હવે ફોટો પ્રિન્ટ કરવા માટે તૈયાર છે. જો છેલ્લી શીટનો અમુક ભાગ કોરો રહેતો હોય તો અન્ય ફોટો ઉમેરી શકો.

તૈયાર થયેલી ઇમેજની ફોટો કોપી કરાવી તેને કટિંગ કરી કેસ અને દોરીમાં ગોટવી શકો.

ફોટો કોપીને લેમિનેશન કરાવી ઓળખકાર્ડને ટકાઉ બનાવી શકો.

પ્લાસ્ટિક કાર્ડ પર પ્રિન્ટ કરાવવા માગતા હો તો વિદ્યાર્થીની અલગ અલગ ઇમેજ આપશો તો ફક્ત પ્રિન્ટ ખર્ચ જ આપવો પડશે.

Read 11795 times Last modified on Monday, 22 July 2013 19:20

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 54%Austria 0.3%
Serbia And Montenegro 17%United Kingdom 0.2%
Canada 11.6%France 0.1%
India 10.8%Kuwait 0.1%
Australia 5%Japan 0.1%

Today: 1
Yesterday: 53
This Week: 1
Last Week: 338
This Month: 159
Last Month: 1436
Total: 29564