બાળકોને પ્રવૃત્તિ દ્વારા અંગ્રેજી શિક્ષણ આપવા માટે અહિં ખૂબ જ ઉપયોગી સામગ્રી આપી છે. આ વર્કશીટને પ્રિન્ટ કરી બાળકોને પ્રવૃત્તિ કરાવો. અહિ આપને લગભગ 90 જેટલી અલગ અલગ પ્રવૃત્તિ માટેની સામગ્રી આપેલ છે.
અંગ્રેજી શિક્ષણને રસપ્રદ બનાવવા અને બાળકોને નવો અનુભવ કરાવવા અહિં કેટલીક અંગ્રજી વાર્તાઓ આપેલ છે. આ એનિમેશન વાર્તાઓના અંતે તેને સંલગ્ન પ્રવૃત્તિ આપેલ છે. જેના દ્વારા દ્રઢીકરણ થશે. ઉપરાંત અન્ય પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ-શીટ આપેલ છે. જેને પ્રિન્ટ કરી દરેક વિદ્યાર્થીને આપી શકાશે.
અહિ આપને ગણિત-શિક્ષણમાં ઉપયોગી બને તેવી ઘાત અને ઘાતાંકની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં જરૂર મુજબ વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.
અહિ આપને ગણિત-શિક્ષણ તેમજ પર્સનલ રીતે ઉપયોગી બને તેવી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં રકમ, વ્યાજદર અને મુદ્દત જેવી વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.
અંગ્રેજીમાં શબ્દ ભંડોળ વધારવા અને દ્રઢીકરણ કરાવવા માટે અહિં એક ગેમ આપી છે. આ ગેમ ગમ્મત સાથે અંગ્રેજી શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે. આ ગેમમાં અગાઉથી ઉમેરેલા સ્પેલિંગમાંથી એક સ્પેલિંગ સ્ક્રીન પર લેખાશે. પરંતુ મૂળાક્ષરને બદલે ‘?’ નિશાની હશે. તેની નીચે અંગ્રેજો મૂળાક્ષરોના બટન આપેલ હશે. આમાંથી મૂળાક્ષરના બટન પર ક્લિક કરતા, જો તે મૂળાક્ષર ઉપરના સ્પેલિંગમાં આવતો હશે તો દેખાશે. નહિતર આપનો પ્રયત્ન ખાલી ગયો ગણાશે. આમ નિર્ધારિત પ્રયત્નોમાં સ્પેલિંગ ઓળખવાનો રહેશે.
બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે અહિં કેટલાક જાતે બનાવી શકાય તેવા પ્રોજેક્ટ આપેલા છે. આ પ્રોજેક્ટ સૌપ્રથમ આપ બનાવી જુઓ અને ત્યારબાદ બાળકો પાસે બનાવડાવો.
અહિં અગાઉ બનાવેલી KBC Flash Game નું નવું વર્ઝન આપેલ છે. આ GAME ને KBC ગેમશોના દ્રશ્ય-શ્રાવ્યનો ઉપયોગ કરી રસપ્રદ બનાવેલ છે. રમતની પદ્ધત્તિ પણ KBC ગેમશો જેવી જ છે. જુદી-જુદી રકમ સાથે કુલ 15 પ્રશ્નો ક્રમશ: રજૂ થશે. આ સાથે ત્રણ લાઇફ-લાઇન 50-50, FLIP QUESTION અને AUDIENCE POLL આપી છે. તો ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને જ્ઞાનથી કરોડપતિ બનાવો.. You must Login or Register to Download...