Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115824 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21483 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19544 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



વિન્ડોઝમાં ગુજરાતી ભાષા સપોર્ટ ઇન્સ્ટોલ કરો

Rate this item
(14 votes)
Written by  Published in: લેખ

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.

વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરવો, પછી ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.

વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.


વીન્ડોઝ 'XP'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપીત કરો

  1. પહેલાં કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ખોલો.

  2. Languages ટેબમાં Supplemental language support છે ત્યાં Install files for complex script and right-to-left languages (including Thai) છે તે ‌ઑપ્શનનું (option) બોક્ષ ચેક કરો. ચેક કર્યા પછી ડાયલોગ બોક્ષ આવશે તેમાં 'OK' ક્લિક કરવું પછી કૉમ્પ્યુટર ફરી ચાલું કરવું પડશે. નોંધ કરો કે Install files for East Asian languages નથી ચેક કરવાનું.

  3. કૉમ્પ્યુટર ફરી ચાલું થાય ત્યારે Languages ટેબમાં જઈ અને Details ક્લિક કરો.

  4. Add ક્લિક કરો અને બીજું ડાયલોગ બોક્ષ આવશે.

  5. આ ડાયલોગ બોક્ષમાં ગુજરાતી ભાશા ખોળીને પસંદ કરો. એક ભાશાને અનેક કીબોર્ડ લેઆઉટ હોય શકે. જો આપે મારું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો તે પસંદ કરો. ના કર્યું હોય તો અત્યારે સ્થાપીત કરીને પછી ફરી અહિથી શરું કરો. બેથી વધારે પણ કીબોર્ડ લેઆઉટ પસંદ કરી શકાય છે અને જે પસંદ કરો તે લેન્ગવેજ બારમાં દેખાશે.

  6. ગુજરાતી કીબોર્ડ ઉમેર્યાં પછી પહેલાંનું સ્ક્રિન હતું તેમાં .

 

 

 

વીન્ડોઝ 'Vista'માં અથવા '7'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપિત કરો

 

'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.

  1. F'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
  2. Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
  3. પછી Add ક્લિક કરો.
  4. 'ગુજરાતી' ભાષા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરો. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશે. ના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
    ..
  5. કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.
     

 

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો

વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.

વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.

  1. 1.ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો :Downloads.
  2. 2.'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો (uncompress).
  3. 3.'Setup.exe' ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
  4. 4.કંન્ટ્રોલ પેનલનાRegion and Language Optionsમેનુમાં જઈનેGujarati Phoneticકીબોર્ડ લેઆઉટ ઉમેરો.

લેન્ગવેજ બાર

 

ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.


Language bar on desktop Language bar in taskbar
ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU' દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય. કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે. ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છે) અને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.


 


 


Read 18331 times Last modified on Sunday, 27 May 2012 01:52

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%France 0%
Germany 0%Kuwait 0%
Austria 0%China 0%

Today: 32
Yesterday: 34
This Week: 381
Last Week: 579
This Month: 1395
Last Month: 8775
Total: 42837